- વડાપ્રધાન મોદીની નવા પ્રધાનોને અનાવશ્યક નિવેદનો આપવાથી બચવાની સલાહ
- સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારી સાથે આવવાની સલાહ
- મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi Cabinet)માં સામેલ થયેલા પ્રધાનોએ ગુરૂવારના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો. સાંજે થયેલી મહત્વની કેબિનેટ બેઠકમાં પણ ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નવા પ્રધાનોને કામની શરૂઆત કરતા પહેલા કેટલાક મંત્રો આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ નવા પ્રધાનોને તેમના પૂર્વ પ્રધાનોને મળવા અને તેમના અનુભવો પરથી શીખવા કહ્યું હતું. તેમણે નવા પ્રધાનોની કાઉન્સિલની બેઠકમાં કહ્યું કે, હવે તેનો ભાગ ન રહેનારા પ્રધાનોએ ઘણું યોગદાન આપ્યું, નવા પ્રધાનો તેમની પાસેથી શીખી શકે છે.
આ પણ વાંચો: Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય
આ સાથે જ વડાપ્રધાને કાઉન્સિલની બેઠકમાં પ્રધાનોને જણાવ્યું કે, તેઓ સ્વચ્છતા કાર્યક્રમ બનાવે અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપે.
મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો: વડાપ્રધાન મોદી
તેઓએ કહ્યું કે, તેઓ સાંસદની કાર્યવાહીમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે આવે અને મીડિયામાં અનાવશ્યક નિવેદનો આપવાથી બચે (Avoid making unnecessary statements). આ સાથે જ, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મંત્રાલયના કામોમાં પણ ખૂબ સામેલ રહો.