નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2022) નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં 'માટી બચાવો આંદોલન' (Save The Soil Movement) સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને એ વાતનો સંતોષ છે કે દેશમાં છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી તમામ યોજનાઓમાં કોઈને કોઈ રીતે પર્યાવરણની સુરક્ષાની વિનંતી છે. પર્યાવરણના રક્ષણ માટે ભારતના પ્રયાસો બહુપક્ષીય રહ્યા છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો:World Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...
આ 5 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે :વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day 2022) શુભકામનાઓ આપતા તેમણે કહ્યું કે સદગુરુ અને ઈશા ફાઉન્ડેશન આજે અભિનંદનને પાત્ર છે, તેમની સંસ્થાએ માર્ચમાં માટી બચાવો આંદોલન શરૂ કર્યું હતું અને 27 દેશોમાંથી તેમની યાત્રા 75માં દિવસે અહીં પહોંચી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માટીને બચાવવા માટે અમે સૌથી પહેલા 5 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 1 માટીને કેમિકલ મુક્ત કેવી રીતે બનાવી શકાય. 2 જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવવા. 3 જમીનમાં ભેજ કેવી રીતે જાળવી શકાય, ત્યાં સુધી પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. 4 ઓછા ભૂગર્ભજળને કારણે જમીનને જે નુકસાન થઈ રહ્યું છે તેને કેવી રીતે દૂર કરવું અને 5ુ વન આવરણ ઘટવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.