શ્રીનગર:જમ્મુ અને કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રીઓ (Amarnath Yatra 2022) અને પ્રવાસીઓને સાંજે 6 વાગ્યા પછી કાશ્મીર ખીણની મુલાકાત ન લેવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓને (Announced Guidelines For Amarnath Pilgrims) સલાહ આપી છે કે, તેઓ સવારે 7 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે કાશ્મીરમાં પિકનિક અને મનોરંજન માટે બહાર જાય. આ સાથે જ, સાંજે 6 વાગ્યા પછી બહાર ન આવવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :કાશ્મીરી પંડિત અને મુસ્લિમ સમુદાયની એક અનોખી વાત, કરવામાં આવ્યું આ કામ
પ્રવાસીઓની સુરક્ષાનો સવાલ : જો કે એડવાઈઝરીમાં વહીવટીતંત્રે આ માટે કોઈ કારણ જણાવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં ખીણમાં ટાર્ગેટ કિલિંગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કોઈ તીર્થયાત્રીઓ અથવા પ્રવાસીઓ પર હુમલો ન થાય તે ધ્યાન રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નોંધપાત્ર રીતે, અમરનાથ યાત્રા ખીણમાં 30 જૂનથી શરૂ થઈ રહી છે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. બે વર્ષના અંતરાલ બાદ શરૂ થયેલી આ યાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો :અમરનાથ યાત્રાઃ 3 લાખ જેટલા ભાવિકોએ કરાવી નોંધણી,આ સુવિધાઓ પણ મળશે
કેન્દ્ર અને રાજ્ય સરકારની તૈયારી : ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા 30 જૂનથી શરૂ થશે. બે વર્ષ બાદ શરૂ થવા જઈ રહેલી અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સંદર્ભમાં, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે સોમવારે સુરક્ષા દળોના અધિકારીઓ સાથે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.