- કિસાન આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર પર બેઠક
- કમિટી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળે તેવી શક્યતા
- SKMની પાંચ સભ્યોની સમિતિ આજે સવારે આંતરિક બેઠક કરશે
નવી દિલ્લીઃસંયુક્ત કિસાન મોર્ચાની (SKM) પાંચ સદસ્ય સમિતિ બુધવારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર (Union Ministers Amit Shah and Narendra Singh Tomar )સાથે અલગ અલગ મુલાકાત કરી ક્રૃષિ સંબંધીત મુદ્દા(Agriculture related issues ) પર ચર્ચા કરી શકે છે. એક કિસાન નેતાએ આ જાણકારી આપી. બંને પ્રધાનો સાથે સંભવિત ચર્ચા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા એસકેએમની બપોરે બે વાગ્યે નિર્ધારીત બેઠક પહેલા થશે.
આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર પર એક મહત્વપૂર્ણ બેઠક
40 વિરોધ કરી (Three agricultural laws)રહેલા ખેડૂતોના સંગઠનોના સર્વોચ્ચ સંગઠન એસકેએમના સભ્યોએ આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર (Delhi Indus Border )પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. એક વરિષ્ઠ ખેડૂત નેતાએ નામ ન આપવાની વિનંતી કરતાં એજન્સીને જણાવ્યું હતું કે, "SKMની પાંચ સભ્યોની સમિતિ આજે સવારે આંતરિક બેઠક કરશે અને ત્યારબાદ તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને (Union Agriculture Minister Narendra Singh)મળશે અને ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓ અંગે ચર્ચા કરશે.