ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર હાઈવે પર સૂરંગ તૂટી, આટલા લોકો ફસાયા - જમ્મુ કાશ્મીર હાઈવે પર સુરંગ તૂટી

રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Jammu Srinagar highway collapses) પર નિર્માણાધીન ચાર માર્ગીય ટનલનો એક ભાગ (Khooni Nala tunnel collapse) તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીર હાઈવે પર સુરંગ તૂટી, 4 ઘાયલ અને ઘણા ફસાયા
જમ્મુ-કાશ્મીર હાઈવે પર સુરંગ તૂટી, 4 ઘાયલ અને ઘણા ફસાયા

By

Published : May 20, 2022, 9:26 AM IST

બનિહાલ/જમ્મુ: રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Jammu Srinagar highway collapses) પર નિર્માણાધીન ચાર-માર્ગીય ટનલનો એક ભાગ તૂટી (Khooni Nala tunnel collapse ) પડતાં ચાર લોકો ઘાયલ થયા હતા અને અન્ય ઘણા લોકો ફસાયા હતા. ગુરુવારે રાત્રે ઓડિટ દરમિયાન ખોની નાલામાં ટનલની આગળની બાજુનો એક નાનો ભાગ તૂટી પડ્યો હતો. થોડી જ વારમાં પોલીસ અને સેના દ્વારા સંયુક્ત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ચાર લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય ઘણા લોકો હજુ પણ સુરંગની અંદર ફસાયેલા છે.

આ પણ વાંચો:ભારત - પાકના ભાગલા સમયે અલગ થયેલી મુમતાઝ 75 વર્ષ પછી પોતાના ભાઈઓને મળી

સુરંગની સામે પાર્ક કરાયેલા બુલડોઝર અને ટ્રક સહિત અનેક મશીનો અને વાહનોને નુકસાન થયું છે. રામબનના ડેપ્યુટી કમિશનર મસરતુલ ઇસ્લામ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્મા ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સુરંગની અંદર ફસાયેલા લોકો ટનલનું ઓડિટ કરવાનું કામ કરતી કંપનીના છે. અધિકારીઓએ જણાવ્યું કે, બનિહાલથી ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો:બિહારમાં કુદરતી આફત: તોફાન, વરસાદ અને વીજળીના કારણે 27ના મોત, ગંગામાં 3 બોટ પલટી

ABOUT THE AUTHOR

...view details