નવી દિલ્હી: હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ (Hindu Adoption and Maintenance Act) અને જુવેનાઇલ જસ્ટિસ (Juvenile Justice Act) અધિનિયમમાં સુમેળ સાધવાની જરૂર છે અને દત્તક લેવા અંગે એક વ્યાપક કાયદાની જરૂર છે, એમ સંસદની સમિતિએ (Parliamentary Committee) જણાવ્યું છે. જે વધુ પારદર્શક, જવાબદાર, ઓછા અમલદારશાહી છે. અને તમામ ધર્મના લોકોને લાગુ પડે છે.
આ પણ વાંચો:બોક્સર નિખત ઝરીને PM મોદી સાથે ફરી સેલ્ફી લેવાની ઈચ્છા કરી વ્યક્ત
સંસદીય સમિતિએ પોતાનો રિપોર્ટ કર્યો રજૂ : સમિતિએ કહ્યું કે, આનાથી દત્તક લેવાની પ્રક્રિયા સરળ અને ઓછી બોજારૂપ બનશે. કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય સમિતિનો આ અહેવાલ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુશીલ કુમાર મોદી આ સમિતિના અધ્યક્ષ છે. સમિતિએ 'બાળકોના દત્તક અને સંરક્ષણ અંગેના કાયદાઓની સમીક્ષા' પરના તેના અહેવાલમાં નોંધ્યું છે કે, હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટના પોતાના ગુણ અને ખામીઓ છે.