ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં ઈમરાનની 'આઝાદી માર્ચ' બની હિંસક, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા - Pakistan on the boil

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરૂ કરી. દેશના કેટલાક ભાગોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ (Pakistan government deploys Army) છે. જ્યારે પ્રદર્શનકારીઓએ ગોળીબાર કર્યો ત્યારે પોલીસે ટીયર (political tensions in Pakistan) ગેસના સેલ છોડ્યા. તેમજ ઈમરાન ખાને વચન આપ્યું છે કે, જ્યાં સુધી નવી ચૂંટણીની તારીખ ન મળે ત્યાં સુધી તેઓ ઈસ્લામાબાદનો ડી-ચોક ખાલી નહીં કરે.

પાકિસ્તાનમાં ઈમરાનની 'આઝાદી માર્ચ' બની હિંસક, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
પાકિસ્તાનમાં ઈમરાનની 'આઝાદી માર્ચ' બની હિંસક, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

By

Published : May 26, 2022, 11:23 AM IST

ઈસ્લામાબાદ:પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની આઝાદી માર્ચ હિંસક બની (Pakistan government deploys Army ) ગઈ છે. પીટીઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘણી જગ્યાએ ઘર્ષણ થયું (political tensions in Pakistan) છે. આગની ઘટના બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને લોકોને પોતપોતાના શહેરોમાં નવી ચૂંટણીની માંગ કરવા માટે રસ્તા પર ઉતરવાનું આહ્વાન કર્યું હતું. આ કારણે, પીટીઆઈ કાર્યકર્તાઓએ તેમને સંઘીય રાજધાનીમાં ડી-ચોક તરફ જતા રોકવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું. જેમાં એક પોલીસ અધિક્ષક ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં ઈમરાનની 'આઝાદી માર્ચ' બની હિંસક, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

આ પણ વાંચો:કુપવાડામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર

પીટીઆઈ માર્ચ પર પ્રતિબંધ: સેનેટર અઓન અબ્બાસ બુપ્પીએ (PTI chief Imran Khan in D Chowk in Islamabad ) કહ્યું, 'ડી-ચોક પર બપોરે 2.30 વાગ્યા છે અને ગોળીબાર ચાલુ છે. ઇમરાન ખાન આવે તે (Pakistan on the boil) પહેલા તેઓ વધુ કેટલા રાઉન્ડ ફાયર કરશે તે ભગવાન જાણે. ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોની પોલીસ સાથેની અથડામણ વચ્ચે, પીટીઆઈના અધિકૃત એકાઉન્ટે ટ્વિટ કર્યું, 'પાકિસ્તાનના લોકો દ્વારા તેમનો જીવ બચાવવાનો શાનદાર પ્રયાસ!! માશાઅલ્લાહ, અલ્લાહ તમને સલામત રાખે. એક પાકિસ્તાની પત્રકારે 'ઈમરાન ખાનની માર્ચ ટુ કેઓસ' નામના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં પીટીઆઈ માર્ચ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય પછી દેશ રાજકીય મુકાબલો તરફ આગળ વધી રહ્યો છે.

વિપક્ષી નેતાઓ પરની કાર્યવાહી:ડૉન અખબારના ઝાહિદ હુસૈનએ લખ્યું, 'વિપક્ષી નેતાઓ પરની કાર્યવાહી અને રાજધાનીને સીલ કરવાને કારણે ખૂબ જ અસ્થિર સ્થિતિ સર્જાઈ છે. સરકાર પહેલેથી જ ગભરાયેલી છે. ઈમરાન ખાને શરૂ કરેલી વિરોધ કૂચને કારણે વધતી જતી અશાંતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ જતાં શાહબાઝ શરીફ સરકારને રેડ ઝોનના બચાવ માટે સેનાને બોલાવવાની ફરજ પડી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈ વડા ગુરુવારે વહેલી સવારે ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા હતા.

સરકાર અને વિપક્ષી નેતાઓની જવાબદારી:ઈમરાન ખાનની પાર્ટીની કૂચને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કાર્યાલય અને અન્ય સહિત મહત્વની સરકારી ઈમારતોની સુરક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અધિકાર જૂથોએ પીટીઆઈની ઈસ્લામાબાદની કૂચને અવરોધવામાં કાયદા અમલીકરણ એજન્સીઓની મનસ્વીતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP) એ ટ્વિટ કર્યું, 'અમે માનીએ છીએ કે, તમામ નાગરિકો અને તમામ રાજકીય પક્ષોને શાંતિપૂર્ણ રીતે ભેગા થવા અને વિરોધ કરવાનો અધિકાર છે.' જૂથે જણાવ્યું હતું કે, "સરકાર અને વિપક્ષી નેતાઓની જવાબદારી છે કે, તેઓ પરિપક્વ, લોકશાહી પ્રતિભાવ અપનાવે અને મડાગાંઠને સમાપ્ત કરવા માટે તરત જ વાતચીત શરૂ કરે."

આ પણ વાંચો:હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય

રેડ ઝોનમાં સુરક્ષા વધારી:તેમજ ઇસ્લામાબાદ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે 'લોંગ માર્ચ પ્રદર્શનકારીઓએ બ્લુ એરિયામાં ઝાડ અને વાહનોને આગ લગાવી દીધી. પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'ફાયર એન્જિનને બોલાવવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓએ એક્સપ્રેસ ચોક પર ફરીથી વૃક્ષોને આગ ચાંપી દીધી હતી. રેડ ઝોનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઈસ્લામાબાદનો ડી-ચોક ખાલી નહીં કરીએ': પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાને બુધવારે વચન આપ્યું હતું કે, તેઓ અને તેમના સમર્થકો ઈસ્લામાબાદમાં ડી-ચોક ખાલી કરશે નહીં જ્યાં સુધી 'આયાતી સરકાર' નવી ચૂંટણીની છેલ્લી તારીખ નથી આપેલ. ડોનના અહેવાલ મુજબ, રાજધાનીથી લગભગ 50 કિમી દૂર હસન અબ્દાલ ખાતે સંક્ષિપ્ત સ્ટોપઓવર દરમિયાન ઈમરાન ખાને આ ટિપ્પણી કરી હતી, કારણ કે તેમના સમર્થકો રસ્તામાં અવરોધો હોવા છતાં તેમની આગળ ડી-ચોક પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details