નવી દિલ્હીઃસ્થૂળતાથી પીડિત (Get rid obesity of one injection) લોકોને બહુ જલ્દી રાહત મળવાની છે. સ્થૂળતા ઘટાડવા માટે એક ઈન્જેક્શનની શોધ કરવામાં આવી છે. આ ઈન્જેક્શન લગાવવાથી સ્થૂળતા દૂર થઈ જશે. બ્રિટનમાં સ્થૂળતાથી પીડિત લોકોને દર અઠવાડિયે ઈન્જેક્શન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઈન્જેક્શન લગાવવાથી મેદસ્વી લોકોની ભૂખ ઓછી થઈ જશે, જેના કારણે તેમનું વજન ઓછું થવા લાગશે. આ ઈન્જેક્શનની અસર ટ્રાયલ દરમિયાન જ અસરકારક સાબિત થઈ છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રકારની સારવારને સેમાગ્લુટાઈડ કહેવામાં આવે છે.
કેવી રીતે કામ કરે છે આ ?
સેમાગ્લુટાઇડએ એક પ્રકારની દવા છે જે ભૂખ ઓછી કરીને કામ કરે છે. જ્યારે આ દવા મેદસ્વી લોકોને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, ત્યારે તે ખોરાક ખાધા પછી ઉત્પન્ન થતા હોર્મોનની નકલ કરે છે. આ હોર્મોનને ગ્લુકોગન-લાઈક પેપ્ટાઈડ-1 (GLP-1) કહેવાય છે. જ્યારે આ ઈન્જેક્શન મેદસ્વી લોકોને લગાવવામાં આવે છે, ત્યારે આ લોકોને ભૂખ ઓછી લાગે છે અને તેઓ ઓછું ખાય છે. જેના કારણે મેદસ્વી લોકોનું વજન ઘટવા લાગે છે. ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, જો આ ઈન્જેક્શનને હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ સાથે આપવામાં આવે તો લગભગ 68 અઠવાડિયામાં સરેરાશ 12 ટકા વજન ઘટે છે. ડેઈલી મેલના અહેવાલો અનુસાર જે લોકોને ટ્રાયલ દરમિયાન આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, તેઓએ એક વર્ષમાં સરેરાશ 16 કિલો વજન ઘટાડ્યું હતું.
આ પણ વાંચો:Fitness tips: શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરી આ રીતે રહો તંદુરસ્ત
ઇન્જેક્શન દર અઠવાડિયે આપવામાં આવશે