- નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં આયોજિત ગોળમેજ પર વૈશ્વિક નેતાઓ અને રોકાણકારોને સંબોધ્યા
- સીતારમણ વોશિંગ્ટન ડીસીની મુલાકાત બાદ શુક્રવારે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા
- આ વર્ષે જ, લગભગ 16 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા
- ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓ ખૂબ ઝડપથી વિકસી છે
ન્યુ યોર્ક : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman)કહ્યું હતું કે, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, જે ભારતમાં તમામ રોકાણકારો અને ઉદ્યોગકારો માટે વિશાળ તકો ઉભી કરે છે. સીતારમણે શનિવારે ઉદ્યોગ મંડળ ફિક્કી અને યુ.એસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક મંચ દ્વારા આયોજિત ગોળમેજીમાં વૈશ્વિક ઉદ્યોગના અગ્રણીઓ અને રોકાણકારોને "વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું પુન: આયોજન અને ભારતના સ્પષ્ટ દૃષ્ટિવાળા નેતૃત્વએ તમામ રોકાણકારો અને ઉદ્યોગને મદદ કરી છે." હિસ્સેદારો માટે આપણા દેશમાં ઘણી તકો છે. સીતારમણ વોશિંગ્ટન ડીસીની મુલાકાત બાદ શુક્રવારે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં, તેમણે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વાર્ષિક બેઠકોમાં હાજરી આપી હતી.
સીતારમણે ન્યુ યોર્કમાં કંપનીના CEO સાથે મુલાકાત કરી
નાણામંત્રીએ કહ્યું કે, 'ભારતે પડકારજનક સમયમાં પણ ડિજિટાઇઝેશનનો સંપૂર્ણ લાભ લીધો છે. નાણાં મંત્રાલયે એક ટ્વિટમાં સીતારમણને ટાંકીને કહ્યું કે, નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીના કારણે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નાણાકીય ટેકનોલોજી કંપનીઓ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સીતારામને શનિવારે ન્યુ યોર્કમાં માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અજય બંગા અને માસ્ટરકાર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) માઈકલ મીબૈક, ફેડેક્સ કોર્પોરેશનના ચેરમેન અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) રાજ સુબ્રમણ્યમ, સિટીગ્રુપના સીઈઓ જેન ફ્રેઝર અને આઈબીએમ ચેરમેનના સાથે શનિવારે મુલાકાત કરી હતી.