કોઝિકોડઃ આ વિસ્તારમાં નિપાહ વાયરસથી સંક્રમિત હોય તેવો વધુ એક દર્દી મળી આવ્યો છે. બુધવારે પ્રાઈવેટ હોસ્પિટલના કર્મચારીનો નિપાહ વાયરસ ટેસ્ટ પોઝિટવિ આવ્યો છે. આ માહિતી સ્ટેટ હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે. 24 વર્ષીય આરોગ્ય કર્મચારીને ઓબ્જરવેશન હેઠળ રખાયો છે. નિપાહથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આ આરોગ્ય કર્મચારી આવ્યો હોવાની માહિતી મળી છે. આ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા કેરળમાં નિપાહ વાયરસના કુલ 5 દર્દીઓ થયા છે. જેમાંથી બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
મુખ્યપ્રધાને કરી મીટિંગઃ કોઝિકોડ જિલ્લામાં લોકોને એક્ઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને આરોગ્યપ્રધાન વિણા જ્યોર્જ સહિત અનેક કેબિનેટ મિનિસ્ટર્સ સાથે મીટિંગ કરી છે.આ મીટિંગ બાદ તહેવાર અને અન્ય કાર્યક્રમો પર મનાઈ ફરમાવવામાં આવી છે જેથી લોકો એક્ઠા ન થઈ શકે.
9 વોર્ડ કંન્ટેઈનમેન્ટ જાહેર કરાયાઃ જિલ્લાના 9 વોર્ડને કંન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. દુકાનો સવારે 7થી સાંજે 5 કલાક સુધી જ ખુલ્લી રાખવાના આદેશ અપાયા છે. દવાની દુકાન અને આરોગ્ય કેન્દ્રોને સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. બસ સહિત દરેક વાહનોને પ્રતિબંધિત વિસ્તારમાં ઊભી રાખવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ કોઝિકોડ જિલ્લામાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સને બંધ રાખવાની કલેક્ટરે જાહેરાત કરી છે. નિપાહ વાયરસના સંક્રમિત દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા કુલ 789 લોકોની ઓળખવિધિ કરી લેવાઈ છે. જેમાં 157 આરોગ્ય કર્મચારીઓ છે. 13 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 4 દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. કોઝિકોડ જિલ્લામાં 78 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.
- Nipah Virus Updates: નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે, શું છે તેના લક્ષણો, કેરળની શું છે સ્થિતિ? જાણો વિગતો
- Kerala Nipah Virus Update : કેરળના કોઝિકોડમાં નિપાહના ચાર કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એક્ટિવ થયું