ફિરોઝાબાદ:જ્યારે પણ ધર્મ અને આસ્થાની વાત આવે છે ત્યારે એની ચર્ચા થયા વગર રહેતી નથી. ખાસ કરીને અલગ અલગ સમુદાયના લોકો કે ધર્મના લોકો જ્યારે એક સમભાવ અને શ્રદ્ધાથી કોઈ ઉજવણી કરે છે ત્યારે સૌનું ધ્યાન આકર્ષિત થાય છે. આવું જ બન્યુ છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં. જ્યાં એક મુસ્લિમ પરિવારે રામજન્મોત્સવની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:Sand Art of Ram: સુદર્શન પટ્ટનાયકે સમુદ્ર કિનારે દોર્યું ભગવાન રામનું સુંદર રેતીકલા ચિત્ર
દેવીમામાં શ્રદ્ધા: ફતેહપુરમાં રહેતા કર્ખા રફીક મોહંમદનો પરિવાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિમાં માને છે. આ પરિવારે રામનવમી ઉજવી હતી એટલું જ નહીં આ પરિવારને દેવીમામાં પણ સારી એવી આસ્થા છે. આ પરિવારે માતાજીનો હવન પણ કરાવ્યો હતો. ઘંટ પણ અર્પણ કર્યો હતો. પૂજા વિધિ પૂરી થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. આ પરિવારે એક માનતા માની હતી જે પૂરી થતા આ પૂજા વિધિ કરાવવામાં આવી હતી. આ પરિવાર કોઈ ફરજિયાતપણાથી નહીં પણ રાજીખુશીથી માને છે.