- કોરોના પર સામે આવ્યું નવું રિસર્ચ
- ઓવરવેઇટ દર્દીઓમાં કોરોનાની શક્યતા વધારે
- ઑસ્ટ્રેલિયાના રિસર્ચમાં સામે આવ્યું તારણ
ન્યૂઝ ડેસ્ક: એક નવા રિસર્ચ અનુસાર જે દર્દીઓ ઓવરવેઇટ અને ઓબેસ હોય છે. તેમનામાં કોરોના થવાની શક્યતા વધી જાય છે. આ અભ્યાસ ડાયાબિટીસની કેરની જર્નલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દર્દીઓને ઑક્સિજન અને મશિન વેન્ટિલેશનની જરૂર પડવાની શક્યતા 73 ટકા વધી જાય છે. આ પ્રકારના પરિણામો હૉસ્પિટલમાં પણ જોવા મળ્યા હતાં. જો કે હજી સુધી ઓબેસિટી અને કોરોના વચ્ચેના સંબંધ જાણી શકાયો નથી. 'જો કે ટૂંકા ગાળામાં સ્થૂળતા દૂર કરવાના પગલાં લેવાથી કોવિડ - 19 ઓછા થવાની શક્યતા નથી પણ ભવિષ્યમાં વાઇરલ રોગ થવાની શક્યતા ચોક્કસથી ઓછી થશે.' આવું ઑસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક ડેનિયલ લોંગમોરે જણાવ્યું હતું.
વધુ વાંચો:શું કોવિડ-19ને કારણે લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનાં લક્ષણો વિકસે છે?