- ફાઇનલ સેમિસ્ટર અને વાર્ષિક પરિક્ષાની નવી ડેટ શીટ બહાર પાડવામાં આવશે
- પરિક્ષા 2 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે
- પરિક્ષાને લઈને ટૂંક સમયમાં નવી ડેટ શીટ બહાર પાડવામાં આવશે
ન્યુ દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વધતા કોરોનાના સંક્રમણને પગલે 15 મેથી દિલ્હી યુનિવર્સિટીને ઓનલાઇન ઓપન બુક (ઓબીઇ) પરિક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરિક્ષા 1 જૂનથી લેવામાં આવશે. આ અંગે ડીન પરિક્ષક દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં ફાઇનલ સેમિસ્ટર અને વાર્ષિક પરિક્ષાની નવી ડેટ શીટ બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચોઃઅમદાવાદ: શાળામાં પરિક્ષા ન લેવા મામલે પ્રિન્સિપાલને મળ્યા ધમકી ભર્યા મેસેજ
હવે ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટેની પરિક્ષા 1 જૂનથી શરૂ થશે