ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news: આજે રાહુલ ગાંધી લેશે માતા વૈષ્ણવદેવી મંદિરની મુલાકાત, કેવડાત્રીજની ઉજવણી. વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Central Government
Central Government

By

Published : Sep 9, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.આજે રાહુલ ગાંધી લેશે માતા વૈષ્ણવદેવી મંદિરની મુલાકાત

રાહુલ ગાંધી આજથી બે દિવસ જમ્મુની મુલાકાતે છે. જમ્મુમાં તે માતા વૈષ્ણવદેવી મંદિરે દર્શન કરશે.

2. આજે ધાર્મિક આસ્થા અને હિન્દુ પરંપરા મુજબ કેવડાત્રીજની ઉજવણી કરાશે

આજે કેવડાત્રીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવશે. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા મહાદેવની પૂજા કરીને કેવડાત્રીજ વ્રતની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. કેન્દ્રીય કેબિનેટમાં ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર માટે સ્કીમની જાહેરાત

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગઈકાલે મેન મેડ ફાઈબરને લગતી સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્કીમ શું છે અને તેનાંથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને શું ફાયદો થશે તે જાણવા માટે ETV Bharat દ્વારા સુરતના સાંસદ અને તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન બનેલા દર્શના જરદોષ સાથે વાત કરવામાં આવી હતી. click here

2. કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો

મોદી સરકારની ગઈકાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠેક દરમ્યાન રવિ પાકની એમએસપીમાં વધારો કરવામાં આવ્યો હતો. click here

3. શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડ્યું, 14 માર્ચથી 30 માર્ચ 2022 સુધી બોર્ડની પરીક્ષા

રાજ્યમાં ધોરણ 6થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ગઈકાલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ કૅલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી. click here

  • explainer:

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે નિપાહ વાયરસથી ફફડાટ, જાણો લક્ષણો અને સાવધાનીઓ

કેરળમાં નિપાહ વારયરસથી એક 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે વર્તમાન સમયમાં લગભગ 60થી 70 ટકા કોરોનાના કેસ કેરળથી જ સામે આવી રહ્યા છે. આખરે શું છે આ નિપાહ વાયરસ અને આણે સ્વાસ્થ્ય વિભાગમાં કેમ હાહાકાર મચાવ્યો છે? આના લક્ષણથી લઇને સાવધાનીઓ સુધીની માહિતી મેળવવી જરૂરી છે, કેમકે આની ના કોઈ દવા છે અને ના વેક્સિન. જાણવા માટે વાંચો ઈટીવી ભારત એક્સપ્લેનર.click here

  • exclusive:

આજના મુસલમાન 3-4 પેઢી પહેલા હિન્દુ જ હતા : MP પ્રવાસન પ્રધાન ઉષા ઠાકુર

પર્યટન પ્રધાન ઉષા ઠાકુરે(Tourism Minister Usha Thakur) ફરી એકવાર જણાવ્યું કે, સમગ્ર વિશ્વને ભગવાકરણ કરવું જોઈએ. તેનાથી વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. ઠાકુરે કહ્યું કે સંઘના વડા મોહન ભાગવત(Mohan Bhagwat)ની વાત સાચી છે કે, મુસ્લિમોની ત્રીજી-ચોથી પેઢી હિન્દુ રહી છે. ઉષા ઠાકુરે ગીતકાર જાવેદ અખ્તરને (RSS)ની તાલિબાન સાથે સરખામણી કરવા પર પણ નિશાન સાધ્યું હતું. વધુ જાણો... click here

  • sukhibhava:

આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!

જેમજેમ તમારી ઉંમર વધે તેમ તેમ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ મહત્વનું બને છે. ખાસ કરીને મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. એટલા માટે જરુરી છે કે તેઓ 40 વર્ષની ઉંમરે પણ શારીરિક રીતે સક્રિય રહે. આ ધ્યાનમાં રાખીને કેટલીક એવી કસરતો દર્શાવીએ છીએ જે તમને ચાળીસીમાં પણ ત્રીસીમાં હોવ તેવા દેખાડે અને આસાનીથી કરી શકો છે. click here

ABOUT THE AUTHOR

...view details