ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે વડાપ્રધાન મોદી સોમનાથના 4 પ્રકલ્પોનું શિલારોપણ અને લોકાર્પણ કરાવશે. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Aug 20, 2021, 5:55 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. વડાપ્રધાન મોદી સોમનાથના 4 પ્રકલ્પોનું શિલારોપણ અને લોકાર્પણ કરાવશે

આજે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પરિસર અને તેની આસપાસના 4 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા જઈ રહ્યાં છે. આગામી દિવસોમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવતા શિવભક્તો માટે નવા ચાર પ્રકલ્પો દેશના પ્રથમ જ્યોતિર્લિંગમાં દર્શનની સાથે ધાર્મિક યાત્રાનો અવસર પણ પૂરો પાડશે. click here

2. દિલ્હીથી ભાવનગર ફ્લાઈટને વોટર સેલ્યુટ: દિલ્હી, મુંબઇ અને સુરતની ફ્લાઈટ્સ શરૂ કરાશે

ભાવનગરમાં પણ હવે ફ્લાઈટનું આવન જાવન થશે, આજે સવારે 8.30 કલાકે સ્પાઇસજેટની પ્રથમ ફ્લાઇટ ભાવનગર આવશે. જેમાં સાંસદ ભારતી શિયાળ પણ સાથે આવશે. આ તકે ભારતી શિયાળે જણાવ્યું હતું કે, દિલ્હીની ફ્લાઈટને વોટર સેલ્યુટ આપવામાં આવશે. 20 ઓગસ્ટથી ભાવનગરથી મુંબઇ-દિલ્હી ફલાઈટ્સ ઉડાન ભરશે. કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય, મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી ઉદ્ઘાટનમાં હાજરી આપી ફલાઈટને લીલી ઝંડી આપશે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર: કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટનો મનાઈ હુકમ

લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં. click here

2. બુર્કિના ફાસોમાં આંતકવાદી હુમલો, 30 નાગરિકો સહિત 47 લોકોના મોત

બુર્કિના ફાસોમાં મોટા આંતકી હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં 30 નાગરિકો સહિત 47 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે સેનાની પ્રતિક્રિયામાં 58 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. click here

  • explainers:

અમરૂલ્લાહ સાલેહ કોણ છે? જેણે તાલિબાનને 'પડકાર' આપ્યો, તેમણે પોતાને અફઘાનિસ્તાનના એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. એક તરફ વિદેશોથી મળનારી સહાયતા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે અફઘાનિસ્તાનના પહેલા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને દેશના એક્ટિંગ પ્રેસિડેન્ટ જાહેર કર્યા છે. જાણો કોણ છે અમરૂલ્લાહ સાલેહ કે જેણે તાલિબાનીઓને પડકાર ફેક્યો છે.click here

  • Exclusive:

રાજ્ય પ્રધાને કહ્યું UPAના તમામ કેન્દ્રીય રેલ પ્રધાનોએ માત્ર જાહેરાતો કરી : દર્શના જરદોશ

નરેન્દ્ર મોદી કેબિનેટમાં ( PM Narendra Modi Cabinet ) સુરતના સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh )ને ટેક્સટાઈલ અને રેલવે વિભાગના રાજ્ય પ્રધાન બનાવાયા બાદ પ્રથમવાર સુરત આવ્યા હતા. જ્યાં તેમણે ETV Bharat સાથેની વાતચીતમાં પોતાના ખાતામાં કરવામાં આવનારા કામ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. કેન્દ્રીય રેલવે અને કાપડ રાજયપ્રધાન દર્શના જરદોશે યુપીએના ( UPA ) તમામ કેન્દ્રીય રેલવે પ્રધાનો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમણે માત્ર જાહેરાતો કરી કોઈ કામ કર્યું નથી. તેઓ કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરી શક્યા નહી. તેમણે ચીન વિશે પણ વાત કરતા કહ્યું કે , વ્યાપાર ભલે જરૂરી હોય પણ ચીન આપણા ઉપર હુમલો કરતું હોય તો આપણે તેને આર્થિક લાભ ક્યારેય પણ આપીશું નહીં. click here

  • video of the day:

બેંગ્લોરમાં કચરો વીણતી મહિલા બોલી રહી છે છટાદાર અંગ્રેજી, જુઓ વીડીયો

બેગ્લોરમાં એક કચરો વીણવા વાળી મહિલા સેસિલિયા માર્ગેટ લોરેન્સનો છટાદાર અંગ્રેજી બોલવાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા બધા સવાલોનો જવાહ અંગ્રેજીમાં આપતી દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details