આજે ગુજરાતના ઘણા શહેરોમાં વરસાદ પડવાની સંભાવના છે
આજે 13 જૂન ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે. હાલ ચોમાસાની ઋતુની શરૂઆત વહેલી થઇ ગઇ છે. ત્યારે ગુજરાતના કેટલાય શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ શહેરોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આજે આણંદ-વિદ્યાનગરમાં વીજકાપ મૂકવામાં આવશે
આજે 13 જૂન આણંદ-વિદ્યાનગરમાં 3 સબ સ્ટેશનની મરામતની કામગીરી હાથ ધરવા માટે આજે દિવસ દરમિયાન 5 કલાક સુધી વીજકાપ મુકવામાં આવશે. જેની સીધી અસર 35 હજાર ઉપરાંત વિજધારકો સહિત ધંધા-રોજગોર પર થનાર હોઈ હાલાકીઓનો ભોગ બનવું પડશે. વિજ તંત્રએ ચોમાસુ સિઝનમાં વરસાદ પડતા પહેલા વિજ લાઈનની ફરતે વૃક્ષોની ડાળખીઓ દુર કરવામાં આવનાર છે તેમજ વાવાઝોડાને પગલે નમી ગયેલા તમામ વિજપોલ બદલી નાખવામાં આવશે.
આજે વડોદરાની ઇન્ટર CA થયેલી યુવતી વામા શેઠીયા દીક્ષા લેશે
આજે 13 જૂન વડોદરાની ઇન્ટર સીએ થયેલી યુવતી વામા શેઠીયા સૌરાષ્ટ્રના સોનગઢ ખાતે દીક્ષા લેશે. શ્રી અલકાપુરી જૈન સંઘમાં રવિવારે આચાર્ય શ્રેયાંસપ્રભસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં 10 મુમુક્ષોનો દર્શનયાત્રા મહોત્સવ યોજાયો હતો. આ મુમુક્ષો એપ્રિલથી જૂનમાં દીક્ષા લેવાના છે. જેમાં અતુલ શેઠિયાની 21 વર્ષિય દીકરી પણ દીક્ષા લેવાની છે. અતુલભાઈના દીકરાએ 3 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. વામા શેઠિયાએ કહ્યુ કે, ભાઈએ જ દીક્ષા લીધા બાદ મને સાંસારિક જીવન અને સંયમિત જીવન વિશે સમજાવ્યું હતું.
આજે જી 7 ના ત્રણ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન
આજે જી-7ના ત્રણ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવતી સહાય અંગેની સલાહ આપવામાં આવી રહી છે. આ જી-7 સમિટમાં કેનેડા, ઇટલી, જાપાન, ફ્રાન્સ, જર્મની, બ્રિટેન અને અમેરિકા જેવા દેશ શામેલ છે. આ જી-7માં કોરોના વાયરસ, ફ્રી ટ્રેડ અને પર્યાવરણ પર ચર્ચા થશે.
આજે દિલ્હી પહોંચશે યશવંત સોનીનો પાર્થિવ દેહ
પન્ના જિલ્લાના તહસીલ અજયગઢના ગામ ધરમપુરના નિવાસી યશવંત સોનીની ઉંમર 37 વર્ષ છે. તેમનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. કોરોના સંક્રમિત થવાના કારણે તેમનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવી શકાયું ન હતું. શ્રમ પ્રધાન બ્રિજેન્દ્ર પ્રતાપસિંહનો સંપર્ક કરીને સોનીના પરિવારના સભ્યોની જાણકારી આ માહિતીમાં લાવવામાં આવી હતી. શ્રમ પ્રધાન સિંહે વિદેશ મંત્રાલય, પીએમઓ કાર્યાલયનો સંપર્ક કરીને સોનીના પાર્થિવ દેહને રશિયાથી ભારત લાવવા અનુરોધ કર્યો. શ્રમ પ્રધાન સિંહ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સોનીના પાર્થિવ દેહને રવિવારે 13 જૂને રશિયાથી ભારત પહોંચશે અને દિલ્હીમાં તેમના પરિવારને આપવામાં આવશે.