આજે ગુજરાત સ્થાપના દિન પર રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને વેક્સિન આપવાની શરૂઆત થશે
ગુજરાત સ્થાપના દિન પર રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને વેક્સિન આપવાની શરૂઆત થશે સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી બચવા માટે વેક્સિનેશન અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે, 10 જિલ્લામાં જ રસીકરણ થશે.
આજથી એટલે કે, 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાશે
1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાશે દેશમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. જો કે, મધ્યપ્રદેશની જનતાએ રસીકરણની રાહ જોવી પડશે.
આજથી હરિયાણામાં 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ અપાશે
સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હરિયાણામાં પણ આજથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.
આજે રાજસ્થાનમાં રસીના અભાવને લીધે ફક્ત 35થી 44 વર્ષની વયના લોકોને રસી અપાશે
રાજસ્થાનમાં રસીના અભાવને લીધે ફક્ત 35થી 44 વર્ષની વયના લોકોને રસી અપાશે રાજસ્થાનમાં રસીના અભાવને લીધે, 1 મેથી, ફક્ત 35 થી 44 વર્ષની વયના લાભાર્થીઓને રસી આપવામાં આવશે, આ અભિયાન કેવી રીતે ચાલશે.
આજે મુખ્યપ્રધાન અશોક ગેહલોત 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના'નું ઉદ્ઘાટન કરશે
મુખ્યપ્રધાન અશોક ગેહલોત 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના'નું ઉદ્ઘાટન કરશે મુખ્યપ્રધાન અશોક ગેહલોત શનિવારે વીસી દ્વારા બપોરે 12:00 કલાકે રાજ્ય કક્ષાના કાર્યક્રમ 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના'નું ઉદ્ઘાટન કરશે.
આજે કોરોના પ્રભારી મંત્રી અરવિંદ ભાદોરિયા વહીવટી બેઠક કોરોનાની સમીક્ષા કરશે
કોરોના પ્રભારી મંત્રી અરવિંદ ભાદોરિયા વહીવટી બેઠક કોરોનાની સમીક્ષા કરશે સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છિદવાડામાં કોરોના પ્રભારી મંત્રી અરવિંદ ભાદોરિયા વહીવટી બેઠક બોલાવી કોરોનાની સમીક્ષા કરશે.
આજથી બેંગલુરુ ખાતે ડ્રોન દ્વારા સ્વચ્છતા કરાશે
બેંગલુરુ ખાતે ડ્રોન દ્વારા સ્વચ્છતા કરાશે સમગ્ર દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે સ્વચ્છતા પણ જરૂરી છે. ત્યારે બેંગલુરુ ખાતે ડ્રોન દ્વારા સ્વચ્છતા કરવામાં આવશે.
આજે મુખ્યપ્રધાન બી.એસ.વાય ખાનગી હોસ્પિટલના માલિકો સાથે તાકીદની બેઠક યોજશે
મુખ્યપ્રધાન બી.એસ.વાય ખાનગી હોસ્પિટલના માલિકો સાથે તાકીદની બેઠક યોજશે હાલ દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે, કેટલાય લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, એવામાં મુખ્યપ્રધાન બી.એસ.વાયે ખાનગી હોસ્પિટલના માલિકો સાથે બેઠક યોજાશે.
આજે મુંબઇ અને ચેન્નઇ વચ્ચે જામશે જંગ
મુંબઇ અને ચેન્નઇ વચ્ચે જામશે જંગ IPLની 14મી સીઝનની 27મી મેચમાં શનિવારે મુંબઇ અને ચેન્નઇ વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ સાંજે 7ઃ30 કલાકે યોજાશેે.
આજે અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ છે
અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ છે અનુષ્કા શર્મા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અનુષ્કા શર્માનો જન્મ 1લી મે 1988 બેંગ્લુરમાં થયો હતો. અનુષ્કા ભારતની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. અનુષ્કાએ શાહરૂખ ખાનની સાથે રબ ને બના દી જોડી (2008)માં અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.