- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Ghogha RORO Ferry Service 3 મહિનાના મેઈન્ટેનન્સ પછી આજથી ભાવવધારા સાથે ફરી શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ (PM Narendra Modi Dream Project) ઘોઘા હજિરા રો રો ફેરી સર્વિસ (Ghogha Hazira RORO Ferry Service) આજથી (20 ઓક્ટોબર) શરૂ થઈ રહી છે. ત્યારે 3 મહિના પછી શરૂ થઈ રહેલી આ સર્વિસમાં ભાવવધારો કરાયો છે. જોકે, પહેલાથી જ પાપા પગલી કરતી આ સર્વિસમાં ભાવ વધારો થતા પ્રવાસીઓમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. જોકે, લોકોનો સમય બચશે, પરંતુ ભાવવધારો માથાનો દુઃખાવો બની રહેશે. ભાવનગરની 3 મહિનાથી બંધ હજિરા ઘોઘા રો રો ફેરીનો (RORO Ferry Service) પ્રારંભ થશે. આજથી વાહનના ભાડામાં વધારા સાથે હજિરાથી ઉપડશે. બપોરે ભાવનગરથી ફેરી જશે આત્મહત્યા જેવા બનેલા બનાવ બાદ ફેરીમાં સિક્યોરિટી ગાર્ડ અને CCTV સાથે એલર્ટ રહેશે. જોકે, ત્રણ મહિનાના મેઈન્ટેનન્સ સાથે આ સર્વિસનો પ્રારંભ થઈ રહ્યો છે.Click Hear
2 અમદાવાદમાં 'ઇદ-એ-મિલાદ'ને લઈને પોલીસનો આજના દિવસ માટે શું હશે માસ્ટર પ્લાન, તે અંગે જાણો
રાજ્ય સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ અન્ય તહેવારની સરખામણીમાં સરકારે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવા કેટલાક નેતા કમિશનરને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓએ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાંયધરી આપી છે. Click Hear
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 ખેડૂતો આનંદો : ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના
ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ (Union Minister Mansukh Mandvia) ખાતર (Fertilizer prices rise)કંપનીઓને ટકોર કરતા આદેશ આપ્યો હતો કે, ખાતરમાં કરેલો ભાવ વધારો પરત ખેંચો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, યુરીયા, DAP, NPK, SSP સહિતના ખાતરમાં સબસિડી પણ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. Click Hear