વારાણસીઃ જ્ઞાનવાપી મામલે સિવિલ જજ સીનિયર ડિવિઝન કોર્ટમાં નવી અરજી કરવામાં આવી છે.જેમાં ડીએમને વ્યાસજી ભોંયરાનો કબ્જો સોંપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસના સ્થળાંતર માટે આવેદન પણ દાખલ થયું છે. જેના પર આજે સુનાવણી થશે. આ સુનાવણીમાં અંજુમન ઈંતજામિયા પોતાનો વિરોધ દર્શાવતી દલીલ કરશે.
Gyanvapi Case Updates: વ્યાસજીના ભોંયરાને ડીએમ હસ્તક કરવા માટે અરજી પર આજે સુનાવણી - ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્થળાંતર માટે અરજી
વાદ વ્યાસજીના પુત્ર શૈલેન્દ્ર કુમાર વ્યાસે સોમવારે વારાણસીમાં જ્ઞાનવ્યાપી કેસમાં વ્યાસજીના ભોંયરાને ડીએમને સુપરત કરવા માટે નવી અરજી સિવિલ જજ સીનિયર ડિવિઝન કોર્ટમાં દાખલ કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Sep 26, 2023, 1:09 PM IST
વ્યાસજીનું ભોંયરૂ ડીએમ હસ્તક કરવાની માંગણીઃ આ અરજી વ્યાસજીના પુત્ર શૈલેન્દ્રકુમાર વ્યાસે પોતાના વકીલ વિષ્ણુશંકર જૈન, સુભાષ નંદર ચતુર્વેદી, સુધીર ત્રિપાઠી દ્વારા દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાસજીનું ભોંયરૂ વર્ષોથી વ્યાસ પરિવારના કબ્જામાં રહ્યું છે. 1993 બાદ આ ભોંયરા પર પ્રદેશ સરકારના આદેશથી બેરિકેટ ગોઠવી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. વર્તમાનમાં નંદીજીની સામે આ ભોંયરાનો દરવાજો ખુલે છે. આરોપ એ છે કે આ સ્થિતિમાં અંજુમન ઈંતજામિયા મસ્જિદ આ ભોંયરા પર કબ્જો કરી લેશે. તેથી આ ભોંયરૂ ડીએમને હસ્તક કરી દેવામાં આવે. તેમજ અગાઉની જેમ પૂજા પાઠ વગેરેની પરવાનગી આપવામાં આવે.
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ સ્થળાંતરની અરજીઃ જ્ઞાનવાપી સાથે સંકળાયેલ કેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યા છે. તેથી આ ભોંયરાને ડીએમ હસ્તક કરવાનો કેસ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે તે માટે સ્થળાંતરની અરજી પણ કરવામાં આવી છે. આ અરજીની એક કોપી અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટિને પણ પહોંચાડી દેવાઈ છે. જેના પર અંજુમનના વકીલો વિરોધની દલીલ કરશે. આ અરજીના સ્થળાંતર ઉપર પણ મંગળવારે સુનાવણી થશે.