ગુજરાત

gujarat

નેહરુ પ્લેનેટોરિયમ ડિરેક્ટર નંદિવાડા રત્નશ્રીનું દિલ્હીમાં કોરોનાને કારણે અવસાન

By

Published : May 10, 2021, 2:11 PM IST

કોરોનાના કારણે ચાણક્યપુરી ખાતે નહેરુ પ્લેનેટોરિયમના નિર્દેશક અને અખિલ ભારતીય પ્લેનેટેરિયમ સમિતિના અધ્યક્ષ નંદિવાડા રત્નશ્રીનું કોરોનાથી આકસ્મિક અવસાન થયું છે.

નેહરુ પ્લેનેટેરિયમ ડિરેક્ટર નંદિવાડા રત્નશ્રીનું દિલ્હીમાં કોરોનાને કારણે અવસાન
નેહરુ પ્લેનેટેરિયમ ડિરેક્ટર નંદિવાડા રત્નશ્રીનું દિલ્હીમાં કોરોનાને કારણે અવસાન

  • નંદીવાડા રત્નશ્રીએ ખગોળશાસ્ત્રમાં પીએચડી કર્યું
  • તે 'રત્ના શ્રી' તરીકે લોકપ્રિય હતી
  • તેને ખગોળશાસ્ત્રની દુનિયામાં ગહન રસ હતો

ન્યુ દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીમાં દરરોજ સેંકડો લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ચાણક્યપુરી ખાતે નહેરુ પ્લેનેટોરિયમના નિર્દેશક અને અખિલ ભારતીય પ્લેનેટોરિયમ સમિતિના અધ્યક્ષ નંદીવાડા રત્નશ્રીનું કોરોનાથી આકસ્મિક અવસાન થયું.

આ પણ વાંચોઃદિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ, અનેક દર્દીઓની હાલત નાજુક

DRDOની અસ્થાઇ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

નોંધપાત્ર વાત એ છે કે, નંદિવાડા રત્નશ્રી કોરોનાથી સંક્રમિત હતા અને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક ડીઆરડીઓની અસ્થાયી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમને ઓળખનારા લોકોમાં તે 'રત્ના શ્રી' તરીકે લોકપ્રિય હતી. તેને ખગોળશાસ્ત્રની દુનિયામાં ગહન રસ હતો. તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને તેનો અભ્યાસ લખનઉ, હૈદરાબાદ અને મુંબઇમાં થયો હતો. તેમણે ખગોળશાસ્ત્રમાં પીએચડી કર્યું.

આ પણ વાંચોઃસાસંદે દત્તક લીધેલા પારડીના ગોયમાં ગામમાં 10થી વધુ લોકોના કોરોનાથી થયા મોત

ABOUT THE AUTHOR

...view details