- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખોવાયેલ છે
- NSUIના રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ નોંધાવી ફરિયાદ
- દેશની જનતાએ ચૂંટેલા નેતાની સૌથી વધુ જરૂરત છે, ત્યારે જ નેતા ગાયબ છે
નવી દિલ્હી : કોરોના કહેર વચ્ચે પણ રાજકારાણ કરવાનું શરુ થઇ ગયું છે. કોંગ્રેસનું વિદ્યાર્થી પાંખ એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખોવાઇ ગયા હોવા અંગેની ફરિયાદ દિલ્હી પોલીસમાં નોંધાવી છે.
આ પણ વાંચો -NASAએ વડાપ્રધાન મોદી સહિત 3 રાજકીય આગેવાનોના નામ મંગળ ગ્રહ પર મોકલ્યા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જલ્દી મળી જશે
આ અંગે નાગેશ કરિયપ્પાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે જનતાને તેમના નેતાની જરૂરત હોય છે તેવા સમયે જ નેતા ગાયબ થઇ જતા હોય છે. આવા સમયે તેમને આશા છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જલ્દી મળી જશે, જે બાદ તેમને તેમની જવાબદારીથી અવગત કરાવવામાં આવશે.
આ પણ વાંચો -GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું