- 2015-16માં 1,000 પુરુષો પર 991 મહિલાઓની સંખ્યા હતી
- દેશમાં 2019-21માં 1000 બાળકો દીઠ 929 છોકરીઓ
- ગુજરાતમાં 1000 પુરુષોની સામે 965 મહિલાઓ
નવી દિલ્હી: ભારતમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારો (number of females as compared to males) થયો છે. હવે દર 1 હજાર પુરુષોએ લગભગ 1,020 મહિલાઓ છે. આવું પહેલીવાર છે જ્યારે પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા (population of females compared to males in india) 1 હજારથી ઉપર પહોંચી છે. આ આંકડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (national family health survey-5)માં સામે આવ્યા છે. આ પહેલા 2015-16માં થયેલા NFHS-4માં આ આંકડા દર 1,000 પુરુષો પર 991 મહિલાઓનો હતો. આ સર્વેમાં સેક્સ રેશિયો (sex ratio in india)માં સુધારો જોવા મળ્યો છે. 2015-16માં 1000 બાળકો દીઠ 919 છોકરીઓ હતી, જે 2019-21માં સુધરીને 1000 બાળકો દીઠ 929 છોકરીઓ થઈ ગઈ છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ગુજરાત (gujarat)ની વાત કરવામાં આવે તો NFHS-5ના આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 1000 પુરુષોની સામે 965 મહિલાઓ (population of females compared to males in gujarat) છે. ગુજરાતના ગામડાઓમાં આ પ્રમાણ 991 છે, જ્યારે શહેરોમાં 929 છે. બાળકોની વાત કરવામાં આવે તો રાજ્યમાં 1000 છોકરાઓની સામે 955 છોકરીઓ છે.
ગામડાઓમાં સેક્સ રેશિયો વધ્યો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના ડેટા પર એક નજર કરીએ તો જાણવા મળે છે કે શહેરોની સરખામણીમાં ગામડાઓમાં સેક્સ રેશિયો (sex ratio in villages)માં ઘણો સુધારો થયો છે. ગામડાઓમાં દર 1000 પુરુષોએ 1,037 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં માત્ર 985 સ્ત્રીઓ છે. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 (national family health survey-4)માં પણ આ જ વાત સામે આવી છે. તે સર્વે મુજબ, ગામડાઓમાં 1000 પુરૂષો દીઠ 1,009 મહિલાઓ હતી અને શહેરોમાં આ આંકડો 956નો હતો.
23 રાજ્યોમાં 1 હજાર પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તી 1 હજારથી વધારે