ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અજબ પ્રેમ કી ગજબ કહાની, બદાયુંમાં યુવતીએ મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન

ઉત્તરપ્રદેશના બદાયુમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો સામે (muslim girl marriage with hindu youth) આવ્યો છે. અહીં મુસ્લિમ યુવતીએ મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં. તેઓ બંને 5 વર્ષથી (Hindu Muslim marriage in Badaun) એકબીજાને જાણતા હતા.

અજબ પ્રેમ કી ગજબ કહાની, બદાયુંમાં યુવતીએ મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન
અજબ પ્રેમ કી ગજબ કહાની, બદાયુંમાં યુવતીએ મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન

By

Published : Jan 13, 2023, 9:04 AM IST

બદાયુંજિલ્લાની રહેવાસી એક મુસ્લિમ છોકરીએ ગુરૂવારે સાંજે સનાતન ધર્મ અનુસાર હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા હતાં. પ્રેમી યુગલ એક જ ગામનું છે. બંને છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ ધર્મથી અલગ થવાના કારણે પરિવારના સભ્યો પ્રેમ બંધનમાં અવરોધરૂપ બની રહ્યા હતા.

આ પણ વાંચોટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતના હરમિત દેસાઈની પસંદગી થાય તેવી શક્યતાઓ

યુવક ખાનગી કંપનીમાં કરે છે નોકરી બદાયુંના પરૌલી ગામનો રહેવાસી સોમેશ શર્મા દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. જ્યારે તે પોતાના ગામમાં ભણતો હતો. તેથી સોમેશ અન્ય સમુદાયની ઈલ્મા સાથે પ્રેમમાં પડ્યો હતો. બંને એકબીજા સાથે રહેવા માગતા હતા, પરંતુ બંને વચ્ચે ધર્મ અવરોધ બની રહ્યો હતો. ત્યારબાદ બંનેએ ઘર છોડી દીધું અને ઈલમાએ તેના બોયફ્રેન્ડ સોમેશ શર્મા સાથે બરેલીના ઓગસ્ટ મુનિ આશ્રમમાં હિંદુ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોIED Blast in Chaibasa: ચાઈબાસામાં સતત બીજા દિવસે IED બ્લાસ્ટ, ત્રણ જવાન ઘાયલ

ઈસ્લામ છોડીને હિન્દુ રીતિરિવાજોથી લગ્ન કર્યાગર્લફ્રેન્ડ ઈલ્માએ સોમેશ માટે ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો, જે પછી ઈલ્મા સૌમ્યા શર્મા બની હતી. ગુરૂવારે સાંજે પંડિત કેકે શંખધરે બંનેના લગ્ન બરેલીના ઓગસ્ટ મુનિ આશ્રમમાં હિંદુ રીતિરિવાજ મુજબ કર્યા હતા.

પંડિતે કરાવ્યા લગ્ન પંડિત કે. કે. શંખધરે, જેમણે હિન્દુ રીતિરિવાજ મુજબ, દંપતીના લગ્ન કરાવ્યા. તેમણે જણાવ્યું હતું કે, દંપતીએ તેમનો સંપર્ક કર્યો અને તેમના બાળપણના દસ્તાવેજો બતાવ્યા. તેમ જ પોતાની મરજીથી લગ્ન કરવાની એફિડેવિટ પણ આપી હતી. જે બાદ તેણે બંનેના લગ્ન કરી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details