ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના ડુંગરગાંવમાં કચરાની ગાડીમાં મૃતદેહોને સ્મશાન પહોંચાડવામાં આવ્યા - શબવાહિની અછત

છત્તિસગઢનાં રાજનાંદગાંવના ડુંગરગાંવમાં કોરોનાના વધતા જતાં કોરોના સંક્રમણને પગલે શબવાહિનીની અછત ઉભી થતાં કચરાના વાહનમાં મૃતદેહોને સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતાં.

છત્તિસગઢ
છત્તિસગઢ

By

Published : Apr 15, 2021, 3:39 PM IST

Updated : Apr 15, 2021, 6:06 PM IST

રાજનાંદગાંવ(છત્તિસગઢ): રાજનાંદગાંવના ડુંગરગાંવની એક ઘટનામાં કર્મચારીઓની બેદરકારીએ શરમજનક દૃષ્ટિકોણ રજૂ કર્યું. હકીકતમાં, બુધવારે, કોવિડ સેન્ટરમાં સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત દર્દીઓનું મોત નીપજ્યું હતું. આ મૃતદેહોને લઈ જવા શબવાહિની મળી ન હતી, તેથી નગરપાલિકાના સ્ટાફે કચરાના વાહનો દ્વારા મૃતદેહોને મુક્તિધામ મોકલવામાં આવ્યા હતા.

પરિવારજનોએ બેદરકારીનો લગાવ્યો આરોપ

દર્દીના પરિવારે જણાવ્યું કે, નગરપાલિકાના ડુંગરગાંવમાં સ્થાપિત કોવિડ -19 સેન્ટરમાં બુધવારે કોરોના સંક્રમિત 3 દર્દીઓનું મોત નીપજ્યું હતું. જેમાં ઝરવાહિના બુધારિન બાઇ, પ્રેમલતા નિર્મલા બાઈનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ મૃતદેહને પ્રોટોકોલ હેઠળ મુક્તિધામ (સ્મશાન) મોકલવાના હોય છે. પરંતુ નગરપાલિકાના કર્મચારીઓએ બેદરકારી દાખવી મૃતદેહને કચરના વાહનમાં મુક્તિધામ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:માતાની સારવાર માટે વેન્ટિલેટર ના મળ્યું, અંતિમસંસ્કાર માટે શબવાહિની ના મળી !

એક દિવસ પહેલા જ દર્દીઓને દાખલ કરાયા હતાં

ડો. કિરણ ગાયકવાડે જણાવ્યું હતું કે, ત્રણેય મહિલાઓનું ઓક્સિજન સ્તર ખૂબ ઓછું થઈ ગયું હતું. તેમને ઓક્સિજન સિલિન્ડર લગાવવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય મહિલાઓને એક દિવસ પહેલા જ કોવિડ 19 સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.

કચરા વાહનમાં મૃતદેહને લઈ જવા માટે CMHOની સ્પષ્ટતા

તે જ સમયે CMHO મિથિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, શબવાહિનીની વ્યવસ્થા કરવાની જવાબદારી CMO નગરપાલિકાની છે. મૃતદેહોને તેમના પરિવારજનો પાસે અથવા મુક્તિધામ પહોંચાડવાની જવાબદારી તેમની છે. અહીંના CMO બી.આર. તિવારી તપાસની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉ તે વાહનમાંથી કચરો ઉપાડવાનું કામ કરવામાં આવતું હતું, પરંતુ હવે તેમાંથી માત્ર નફો ઉભો કરવામાં આવે છે.

આ પણ વાંચો:સ્મશાનો 24 કલાક કાર્યરત રહેતા ભઠ્ઠીઓના લોખંડના રોડ પીગળી રહ્યા છે

નગરપાલિકાને જવાબદારી સોંપાઈ

નગરપાલિકા ડુંગરગાંવનું પોતાની શબવાહિની નથી. તેને કારણે આ કામ કચરો ઉપાડતા વાહન પાસેથી લેવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. આ કેસમાં આરોગ્ય વિભાગમાં પોસ્ટ કરાયેલા BMO રાગિની ચંદ્રે કહે છે કે, શરીર ઉંચકવાની જવાબદારી નગરપાલિકાને સોંપવામાં આવી છે. તેઓ કયા વાહનનો ઉપયોગ કરે છે તેના સંબંધમાં તેમને કોઈ ખ્યાલ નથી.

Last Updated : Apr 15, 2021, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details