મુંબઈ: મુંબઈને 2023માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (International Olympic Committee) સત્રના યજમાન તરીકે નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે આ પગલું ભર્યું છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી
મુંબઈએ જૂન 2019માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (International Olympic Committee) સત્રની યજમાનીમાં રસ દાખવ્યો હતો. જે પછી IOC વાઇસ પ્રેસિડેન્ટ એનજી સેર મિયાંગોએ IOC મૂલ્યાંકન કમિશનની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે વાતચીત કરી જ્યાં બધાએ આગામી સત્ર (માર્ચ 2020) માટે મુંબઈનું નામાંકન કર્યું હતું.
આ પણ વાંચો:Laureus World Sports Awards 2022: નીરજ ચોપરા 'લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2022' માટે નોમિનેટ
ટોક્યો ઓલિમ્પિક 2020
ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) દરમિયાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સત્ર દ્વારા હોસ્ટિંગને સંપૂર્ણ રીતે મંજૂર કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ રમતો 2021 સુધી મુલતવી રાખ્યા બાદ નિર્ણયમાં વિલંબ થયો હતો. IOC પ્રતિનિધિમંડળની રજૂઆત બાદ આજે ભારતની ઉમેદવારી પર મહોર લાગી છે. ભારતીય ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટર અભિનવ બિન્દ્રાએ મુંબઈમાં પ્રસ્તુતિનું નેતૃત્વ કર્યું હતું. ભારતે અગાઉ 1983માં દિલ્હીમાં સત્રનું આયોજન કર્યું હતું, જેને 40 વર્ષ થઈ ગયા છે.
રમતગમત દ્વારા સમગ્ર વિશ્વને ભારતમાં લાવવામાં સક્ષમ થઈશું :નરિન્દર બત્રા
બત્રાએ જણાવ્યું હતું કે, "ભારતે રમતગમત અને ફિટનેસને અપનાવી છે, એવી માન્યતા છે કે રમત આપણા સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવી શકે છે. આનાથી ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના અમારા લાંબા ગાળાના લક્ષ્યને બળ મળશે, પરંતુ મને ખાતરી છે કે અમે તે કરી શકીશું. અમે ઉત્સાહિત છીએ કે અમે રમતગમત દ્વારા સમગ્ર વિશ્વને ભારતમાં લાવવામાં સક્ષમ થઈશું."
IOAએ 2036 સમર ઓલિમ્પિક્સ માટે સંભવિત બિડ કરી
IOAએ 2018માં IOCને 2032 ઓલિમ્પિકની યજમાની માટે બિડિંગમાં તેનું નામ નોંધાવવા માટે એક પત્ર લખ્યો હતો, પરંતુ તે બ્રિસ્બેન ખસેડવામાં આવ્યો હતો. ત્યારથી IOAએ 2036 સમર ઓલિમ્પિક્સ માટે સંભવિત બિડ કરી છે. અમદાવાદને 2036ની ગેમ્સ માટે સંભવિત યજમાન તરીકે નરિન્દર બત્રા દ્વારા આગળ મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો:BCCI નવી નેશનલ ક્રિકેટ એકેડમી તૈયાર કરી રહ્યું છે, મબલખ સુવિધાઓ હશે
ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની અમારી આકાંક્ષા છે : નીતા અંબાણી
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (International Olympic Committee) સભ્ય નીતા અંબાણીએ જેઓ IOAની રજૂઆતનો ભાગ હતા, જણાવ્યું હતું કે, સત્ર ભાવિ બિડિંગને મજબૂત બનાવશે. નીતા અંબાણીએ કહ્યું, "ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની અમારી આકાંક્ષા છે. અમે મુંબઈમાં આ ઐતિહાસિક પ્રસંગની યજમાની કરવાનો પ્રસ્તાવ મુકીએ છીએ." યજમાન પસંદગી પ્રક્રિયા હેઠળ મુંબઈમાં યોજાનાર આ સત્રમાં 2030 વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના યજમાન શહેરની પસંદગી કરવામાં આવશે.