ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાં શિવસેના ખેલી 'ગુજરાતી કાર્ડ': મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં

મહારાષ્ટ્રના મુંબઈને ગુજરાતીઓ સાથેનો ઐતિહાસિક સંબંધ છે. 1960થી મહારાષ્ટ્રની રાજધાની બનેલા મુંબઈમાં ગુજરાતીઓની એટલી મોટી સંખ્યા છે કે તેને મતદાર બેંક તરીકે જોવામાં આવે છે. શિવસેનાએ હવે આમચી મરાઠી સૂત્રનો નારો આછો બનાવવાનો નિર્ણય લીધો તેમ તેનું નવું સૂત્ર સૂચવી રહ્યું છે. શિવસેનાએ આગામી વર્ષમાં યોજાનાર બીએમસી ચૂંટણીઓને લઇને જે સૂત્ર આપ્યું છે તે છે, મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં...!

મુંબઈમાં શિવસેના ખેલી 'ગુજરાતી કાર્ડ': મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં
મુંબઈમાં શિવસેના ખેલી 'ગુજરાતી કાર્ડ': મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં

By

Published : Jan 5, 2021, 6:08 PM IST

  • શિવસેનાના મરાઠી કાર્ડને કોરાણે કરાયું
  • ગુજરાતી કાર્ડ ખેલતાં આપ્યું ગુજરાતી સૂત્ર
  • બીએમસી ચૂંટણીમાં ગુજરાતી મતદારોને આકર્ષવાનો પ્રયાસ

મુંબઈઃ બીએમસીની ચૂંટણીઓ યોજાનાર છે. શિવસેનાએ ગુજરાતી કાર્ડ ખેલવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ મુંબઈની ગુજરાતી વસતીને પાંખમાં લેવા દાવ અજમાવવાની શરુઆત કરી દેતાં એક સૂત્ર રમતું મૂક્યું છે. મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં. મુંબઈમાં ગુજરાતી મતદારોની મોટી સંખ્યા છે અને તે ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવે છે. આ મતદાતાઓને લોભાવવા માટે શિવસેના કદમ બઢાવી રહી છે.

બીએમસી ચૂંટણીમાં ગુજરાતી મતદારોને આકર્ષવાનો પ્રયાસ
  • ગુજરાતીભાષીઓની સભા આયોજિત કરી

શિવસેનાએ મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં સૂત્ર સાથે મુહીમ હાથમાં લીધી છે. આ ટેગ લાઈન સાથે મુંબઈમાં ગુજરાતીભાષીઓની સભા આયોજિત કરી છે. જેની જવાબદારી હેમરાજ શાહને સોંપવામાં આવી છે. આ પહેલાં વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરેના મતક્ષેત્ર વરલીમાં પણ ગુજરાતી પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details