- મુંબઈમાં એક કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે: BMC
- 1 કરોડથી વધુ ડોઝ આપનારો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ
- ઉદ્ધવ ઠાકરેએ કોરોના ડોક્ટરોના યોગદાનની પ્રશંસા કરી
મુંબઈ: બીએમસીનું કહેવું છે કે મુંબઈ સમગ્ર ભારતમાં કોવિડ -19 રસીના 1 કરોડથી વધુ ડોઝ આપનારો પ્રથમ જિલ્લો બની ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના સામે લડવામાં ડોક્ટરોના યોગદાનની પ્રશંસા કરી છે.
ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત
ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હૉસ્પિટલની શતાબ્દી નિમિત્તે સંસ્થાને 100 કરોડનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. ડિજિટલ માધ્યમથી હૉસ્પિટલના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતી વખતે ઠાકરેએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ અસરકારક રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સાથે આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવા માટે સંસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "કોવિડ -19 રોગચાળો અનપેક્ષિત હતો. ડૉક્ટરો નિ:સ્વાર્થપણે દર્દીઓના જીવન બચાવવામાં રોકાયેલા છે. તેમના કારણે જ રોગચાળો નિયંત્રણમાં છે."
કોરોનાને રોકવા માટે લેવાયેલા પગલાંઓનું દસ્તાવેજીકરણ કરવાની જરૂર