ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂત પિતાની લાચારી: ગુમ થયેલી પુત્રી પર રાખવું પડ્યું 50 હજારનું ઈનામ..? - મધ્યપ્રદેશ ન્યૂઝ

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના સતના (Satna) માં એક ખેડૂત (Farmer) ની પુત્રી છેલ્લા 8 દિવસોથી ગુમ છે. પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પુરાવા મળ્યા નથી. જ્યારબાદ કાયદા અને વ્યવસ્થાથી કંટાળેલા પિતાએ પુત્રીની ઓળખ આપનારાને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે.

MP
MP

By

Published : Jul 6, 2021, 12:47 PM IST

  • મધ્યપ્રદેશમાં લાચાર પિતાએ ગુમ થયેલી પુત્રી પર રાખ્યું 50 હજારનું ઈનામ
  • યુવતી પોતાના સાસરેથી 28 જૂન બપોરે 2 વાગ્યો નીકળી હતી
  • 6 દિવસ વીતી ગયા છતાં પણ પોલીસને આ મામલે કોઈ પુરાવા મળ્યા નથી

સતના: મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકાર મહિલા સુરક્ષાને લઈને અનેક દાવાઓ કરતી હોય છે પરંતુ તેની સાચી હકિકત કંઈક બીજી જ છે. હાલનો દાખલો સતનાના મૈહર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં અરકંડીના રહેવાસી ખેડૂતે(Farmer) તેની ગુમ થયેલી પુત્રીને શોધવા માટે તેની જમીન ગિરવે મૂકી અને 50 હજારનું ઇનામ જાહેર કર્યું. કાયદો અને વ્યવસ્થાથી કંટાળીને ખેડૂતે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: Banashkatha rain update: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: ત્રણેય જળાશયોના દેખાયા તળિયા

મધ્યપ્રદેશમાં લાચાર પિતાએ ગુમ થયેલી પુત્રી પર રાખ્યું 50 હજારનું ઈનામ

ઉલ્લેખનીય છે કે, ખેડૂત કલ્લૂ પટેલની પુત્રી પૂજા પટેલ પોતાના સાસરેથી 28 જૂન બપોરે 2 વાગ્યો નીકળી હતી. મોડી સાંજ સુધી યુવતી ઘરે ન આવી અને તેનો ફોન પણ બંધ આવવા લાગ્યો તો પરિવાર ચિંતિત થઈ ગયા હતા. યુવતીની દરેક જગ્યાએ શોધ કરવામાં આવી દરેક સબંધીઓની ઘરે પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ તે કોઈના પણ ઘરે મળી નહોંતી. ઘટનાના 2 દિવસ બાદ 30 જૂનના રોજ ગુમ થયેલી પૂજાના પરિજનોએ મૈહર જઈને ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

કાયદા વ્યવસ્થાથી કંટાળેલા પિતાએ પુત્રીને શોધી આપનારને કરી 50 હજાર આપવાની જાહેરાત

6 દિવસ વીતી ગયા છતાં પણ પોલીસને આ મામલે કોઈ પુરાવા મળ્યા નહીં. જે બાદ ગુમ થયેલી પુત્રીના પિતાને તેની જમીન ગિરવે મુકવાની ફરજ પડી હતી અને પુત્રીને શોધી આપનારને 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. ખેડૂતે કાયદો અને વ્યવસ્થા ઉપર પણ પ્રશ્રો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: લાચાર પુત્રીની સામે કોરોના પોઝિટિવ પિતાએ લીધા અંતિમ શ્વાસ

લાચાર પિતાએ જમીન ગિરવે મૂકી અને 50 હજારનું ઇનામ જાહેર કર્યું

28 જૂનના રોજ પૂજા પટેલ નામની યુવતી ઘરથી નીકળી હતી, ત્યારબાદ તે તેના ઘરે પહોંચી ન હતી. 30 જૂને પરિવારે મૈહર દેવી ચોકી પર ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. યુવતીના મોબાઈલ લોકેશન અંગે એક પત્ર લખવામાં આવ્યો છે, પોલીસ સતત તેની શોધ કરી રહી છે. આશા છે કે યુવતી જલ્દી મળી જશે.

ABOUT THE AUTHOR

...view details