ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષક છે કે શેતાન..સવાલ પૂછવા પર ઢોરની જેમ માર માર્યો - Thana of Bulandshahr

બુલંદશહેરમાં એક સરકારી શાળાના શિક્ષકે 6થી વધુ બાળકોને માર માર્યો (teacher beat more than 6 children) હોવાની ધટના બની છે. બાળકોનો આરોપ છે કે શિક્ષક દ્વારા તેમને પ્રશ્નો પૂછવા અને મધ્યાહન ભોજનનું ભોજન માંગવા પર માર મારવામાં આવ્યો છે.

સરકારી શાળાના શિક્ષકને સવાલ પૂછવા પર શિક્ષકે માર્યો 6થી વધુ બાળકોને માર
સરકારી શાળાના શિક્ષકને સવાલ પૂછવા પર શિક્ષકે માર્યો 6થી વધુ બાળકોને માર

By

Published : Oct 21, 2022, 10:28 AM IST

બુલંદશહેર શહેરમાં એક ચોંકવનારી ધટના સામે આવી છે. જેમાં એક સરકારી શાળાનાશિક્ષકે પ્રશ્નો પૂછવા બદલ બાળકોને ખૂબ માર (teacher beat more than 6 children) માર્યો હતો. શિક્ષકે બાળકોનો એટલી હદ સુધી માર માર્યો હતો કે બાળકોના શરીર પર વાદળી-વાદળી નિશાનો બની ગયા હતા. બાળકોના શરીર પર જોવા મળી રહેલા નિશાન શિક્ષકની ક્રૂરતા જોવા મળી રહી હતી. વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જેના કારણે વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. શિક્ષણવિભાગને વાલીઓએ પત્ર લખ્યો હતો અને આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બાળકોને માર માર્યોઘટના બુલંદશહેરના થાણા બ્લોક વિસ્તારના મોહનપુરમાં ગામની ઉચ્ચ પ્રાથમિક શાળાની છે. જ્યાં એક શિક્ષકે માસુમ બાળકને ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત બાળકી અને તેના માતા-પિતાનો આરોપ છે કે શિક્ષક મનોજ શર્માએ બાળકોને માર માર્યો કારણ કે બાળકોએ તેમને બે વાર પ્રશ્ન પૂછ્યો હતો. તે સમયે માસ્ટરજીનું બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હતું એટલે કે બીજી વખત સવાલ કરવાથી શિક્ષકને ગુસ્સો આવી ગયો હતો અને બાળકોને માર માર્યો હતો.

મધ્યાહન ભોજન નથી પીડિત બાળકોના વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે આરોપી શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે બાળકોના પરિવારજનોનો આક્ષેપ છે કે ઘણા બાળકોને શાળામાં મધ્યાહન ભોજન પણ મળતું નથી. પીડિત બાળકોના વાલી રાજવીર મૂર્તિ, જીતેન્દ્રએ જણાવ્યું કે, માસ્તરની મારપીટથી બાળકો એટલી હદે ગભરાઈ ગયા છે કે તેઓએ શાળાએ જવાની ના પાડી દીધી છે. જેના કારણે પીડિત બાળકો આજે ભણવા માટે શાળાએ પણ ગયા ન હતા.

ABOUT THE AUTHOR

...view details