- નવરાત્રીના બીજા દિવસે કૂટૂ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા
- પૂર્વ દિલ્હીમાં ઘણાં લોકો બેભાન થઈ ગયા
- પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવતા હોય તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
નવી દિલ્હી:દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. હજારો શ્રદ્ધાળુઓ આ તહેવાર પર ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન દિલ્હીમાં આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નવરાત્રીના બીજા દિવસે કૂટૂનો લોટ ખાધા બાદ 500થી વધુ લોકો બીમાર થયા હતા.
આ પણ વાંચો:મહુવીના કોટિયા ગામમાં 38 પક્ષીઓના મોત, 400 પક્ષીઓ બિમાર
પૂર્વ દિલ્હીમાં 400થી વધુ લોકો બેભાન થઈ ગયા
આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. નવરાત્રિના બીજા દિવસે કૂટૂ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા હતા. પૂર્વ દિલ્હીમાં ઘણાં લોકો બેભાન થઈ ગયા હતા. પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવતા હોય તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ દક્ષિણ દિલ્હીના કલ્યાણપુરી, ખીચડીપુરી અને ત્રિલોકપુરી વિસ્તારોનો કહેવામાં આવી રહ્યો છે. જ્યાં કૂટૂ લોટ ખાધા પછી ઘણા લોકો બીમાર પડ્યા હતા.
આ પણ વાંચો:રાત્રિ કરફ્યૂમાં વાહન ન મળતા બિમાર પુત્રીને માતા દવાખાને લઈ જાય તે પહેલા જ મોત
કૂટૂનો લોટ ખાધા બાદ એક પરિવારના 6 લોકો બેભાન થઈ ગયા
દક્ષિણના મેહરૌલી વિસ્તારમાં કૂટૂનો લોટ ખાધા બાદ એક પરિવારના 6 લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં વહીવટી તંત્રએ પણ કેસના મામલે હંગામો મચાવ્યો છે. હાલ નવરાત્રીના દિવસોમાં આ મામલે તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે, પરંતુ હજી સુધી તેનું કારણ સ્પષ્ટ નથી થયું કે આ લોકો કેવી રીતે બીમાર પડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૂટૂનો લોટ ખાવાથી તેઓ બીમાર થઈ ગયા છે.