- મોરારી બાપુએ ચિત્રકૂટમાં પાંચ વૃક્ષો વાવ્યા
- UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને જન્મ દિવસના પ્રણામ
- રામવનના સર્જનની પ્રશંસા કરી
મધ્યપ્રદેશ : ચિત્રકૂટ/ રામ કથાકાર મોરારી બાપુએ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન 5 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ કર્યો હતો. મધ્ય પ્રદેશના પવિત્ર ચિત્રકૂટ ધામમાં બાપુએ આંબાના પાંચ રોપાનું વાવેતર કરીને પર્યાવરણની મહત્વતા વિશે સામાન્ય જનતા વચ્ચે જાગૃતિ વધે તેવી વાત કરી હતી તથા દરેક વ્યક્તિને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.
દરેકને વૃક્ષો વાવવા આહ્વાન કરું છું - મોરારીબાપુ
આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, "વિશ્વ પર્યાવરણ દિવસ એટલે વૃક્ષોના મહિમાનો દિવસ છે. આપણે દેશ અને પૃથ્વીની હરિયાળીમાં વધારો થાય તેવી આશા છે. હું દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા આહ્વાન કરું છું અને બીજું કંઇ નહીં તો તુલસીના છોડને પાણી આપવા અરજ કરું છું."