ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1 હજાર 625 કરોડની રકમ જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલી મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી હતી તેમજ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.

રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેરાત
રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેરાત

By

Published : Aug 12, 2021, 6:10 PM IST

  • PM મોદીએ આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો
  • વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બહેનો સાથે વાત કરી
  • રક્ષાબંધન પહેલા દેશની બહેનોને મોદીની ભેટ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1 હજાર 625 કરોડની રકમ જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલી મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી હતી તેમજ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.

આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આર્થિક મદદ જાહેર

વડાપ્રધાન મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગ સાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે.

જનધન ખાતા ખોલવાના અભિયાન દ્વારા બહેનોએ ખોલાવ્યા ખાતા

મોદીએ વધુમાં કહ્યુ છે કે, કોરોનામાં જે પ્રકારે આપણી બહેનોએ આત્મનિર્ભતાના સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનેટાઇઝર બનાવવાનું હોય, જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું હોય, જાગરૂકતાનું કામ હોય, દરેક પ્રકારથી તમારા સખી સમૂહોનું યોગદાન પ્રશંસનિય રહ્યું છે. જ્યારે અમારી સરકાર આવી તો અમે જોયું કે દેશની કરોડો એવી બહેનો હતી જેની પાસે બેન્ક એકાઉન્ટ પણ નહતું, જે બેન્કિંગ સિસ્ટમથી ખુબ દૂર હતી. તેથી અમે સૌથી પહેલા જનધન ખાતા ખોલવાનું મોટું અભિયાન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

આઝાદીના 75 વર્ષોનો સમય નવા લક્ષ્યો નક્કી કરશે

આઝાદીના 75 વર્ષોનો આ સમય નવા લક્ષ્યો નક્કી કરવા અને નવી ઉર્જા સાથે આગળ વધવાનો છે. સરકાર સતત તે સ્થિતિ બનાવી રહી છે જ્યાં તમે બધી બહેનો આપણા ગામડાને સમૃદ્ધિ અને સંપન્નતાથી જોડી શકશે.

ABOUT THE AUTHOR

...view details