નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇઆઇટી દિલ્હીના 51માં દિક્ષાંત સમારોહનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે યુવાઓને આહ્વાન કરતા જણાવ્યું કે, કોરોના બાદની દુનિયા એકદમ બદલાયેલી છે. કોવિડ-19એ દુનિયાને એક વાત શીખવી છે. તેમણે કહ્યું કે, ગ્લોબલાઇજેશન મહત્વપૂર્ણ છે. પરંતુ આ સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતના યુવાનોને સરળતાથી વ્યાપાર કરવા માટે પ્રતિબદ્ધતા છે. જ્યારે યુવા પોતાની નવી શોધોથી કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. દેશ તમને સરળતાથી વ્યાપાર કરવા દેશે.
સ્પેસ સેક્ટરમાં ખાનગી રોકાણ માટેના રસ્તાઓ ખુલ્યા
મોદીએ વિદ્યાર્થીને અપીલ કરતા કહ્યું કે, નવીનતા લઇને આવો, દેશમાં નવા વ્યાપારની શરૂઆત કરવાની અપાર સંભાવનાઓ છે. મોદીએ કહ્યું કે, પેહલી વખત એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ નવીનતા માટે નવી શરૂઆતની સંભાવનાઓ ઉભી થઇ છે. પહેલી વખત સ્પેસ સેક્ટરમાં ખાનગી રોકાણ માટેના રસ્તાઓ ખુલ્યા છે.આજે દેશ અધિક નવીનતા માટે નવી નવી પધ્ધતિઓથી કામ કરી રહ્યો છે. તમે જ્યારે અહીંયાથી જશો ત્યારે તમારે પણ નવો મંત્ર લઇને કામ કરવું પડશે.
વ્યપાર સ્તર સાથે લોકોના જીવન સ્તરમાં પણ બદલાવ આવશે
વડાપ્રધાને કહ્યું કે, ટેકનોલોજીની જરૂરત અને તેના પ્રતિ ભારતીયોની આસ્થા તમારા ભવિષ્યને ઉજ્જવળ કરી શકે છે. તમારી કામ કરવાની નવીનતા એવી હોવી જોઇએ કે, જેનાથી વ્યાપાર સ્તરની સાથે લોકોના જીવન સ્તરમાં પણ બદલાવ આવે.