ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના - નવી દિલ્હી ન્યૂઝ

રસી ઉત્પાદક મોડર્ના ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે. કંપનીએ 50 મિલિયન ડોઝનું લક્ષ્ય રાખ્યું છે.

ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના
ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના

By

Published : May 26, 2021, 7:33 AM IST

  • ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના
  • કંપનીનું 50 મિલિયન ડોઝનું લક્ષ્ય
  • અમેરિકામાં રસીનો બીજો વિકલ્પ બનવાના માર્ગ પર

નવી દિલ્હી:રસી ઉત્પાદક મોડર્ના ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી કે, કંપનીએ 50 મિલિયન ડોઝનું લક્ષ્ય રાખ્યું છે.

મંગળવારે મોડર્નાએ દાવો કર્યો હતો કે, તેની એન્ટિ-કોવિડ -19 રસી પુખ્ત વયના તેમજ 12 વર્ષના બાળકો પર અસરકારક છે. આ સાથે આ રસી આ વય જૂથ માટે અમેરિકામાં રસીનો બીજો વિકલ્પ બનવાના માર્ગ પર છે.

આ પણ વાંચો: વડોદરાની એક કંપનીએ અમેરિકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મંગાવીને હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે આપ્યા

રસીઓની વૈશ્વિક પુરવઠાની અછત હજી પણ યથાવત્

રસીઓની વૈશ્વિક પુરવઠાની અછત હજી પણ યથાવત્ છે અને વિશ્વના મોટાભાગના દેશો મહામારીને રોકવા માટે પુખ્ત વયના રસીકરણ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. US અને કેનેડાએ જો કે આ મહિનાની શરૂઆતમાં ફિઝર અને બાયોનેટિકે ઉત્પાદિત-રસીને 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવતી મંજૂરી આપી હતી.

મોડર્ના મંજૂરી માટે લાઇનમાં છે અને કહ્યું હતું કે, તેઓ આવતા મહિનાની શરૂઆતમાં US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વૈશ્વિક નિયમનકારોને કિશોરો સંબંધિત પોતાનો ડેટા સબમિટ કરશે.

આ પણ વાંચો: કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન

સમાન હંગામી આડઅસર પણ જોવા મળે છે

કંપનીએ 12થી 17 વર્ષની વય જૂથના 3,700 બાળકોનો અભ્યાસ કર્યો. પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે, આ રસી પુખ્ત વયના લોકોની રોગપ્રતિકારક શક્તિના સંરક્ષણ પર કામ કરે છે અને હાથમાં સોજો, માથાંનો દુ:ખાવો અને થાક જેવી સમાન હંગામી આડઅસર પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details