- દિલ્હીમાં તિહાડ જેલથી 3,400થી વધારે કેદીઓને જામીન અને પેરોલ અપાયા હતા
- કોરોનાના કારણે 6 હજારથી વધારે કેદીઓને આપવામાં આવ્યા હતા જામીન અને પેરોલ
- જામીન અને પેરોલ પૂર્ણ થયા પછી પણ હજી સુધી મોટા ભાગના કેદી પરત નથી ફર્યા
નવી દિલ્હીઃ દિલ્હીમાં તિહાડ જેલથી જામીન અને પેરોલ પર છોડાયેલા 3,400થી વધારે કેદી ગુમ થઈ ગયા છે. કેદીઓએ પેરોલ અને જામીનનો સમયગાળો પૂર્ણ થયા પછી પણ સરેન્ડર નથી કર્યું. તિહાડ જેલથી એવા કેદીઓની યાદી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કેટલાક કેદીઓને જામીન અને પેરોલ પર છોડવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તેઓ જેલમાં પરત ફર્યા નથી.
આ પણ વાંચોઃવડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ
જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટથી નિવેદન કરી કેદીઓને છોડ્યા હતા