લખનઉ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ NDA ના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી (mayawati on vice president election)ના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની ઘોષણા કરી છે. તેમણે બુધવારે પોતાના પાર્ટીના સમર્થનની ઘોષણા કરી છે. માયાવતીએ (BSP Support To NDA)ટ્વિટ કરીને લખ્યુ છે કે, સર્વવિદિત છે કે, દેશના સર્વોચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ઔપચારિક રૂપે ઘોષણાઃતેમણે લખ્યું છે કે, "બીએસપીએ ઉપરાષ્ટ્રપતિ માટે થઈ રહેલી ચૂંટણીમાં પણ પોતાની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને જગદીશ ધનખડને પોતાનું સમર્થન આપવાનું નક્કી કર્યુ છે. જેની ઔપચારિક રૂપે ઘોષણા કરી રહીં છું." ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ NDA ના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચોઃયુએસ-તાઈવાન આર્થિક સહયોગ વધારવા પર અમારો ભાર: નેન્સી પેલોસી
જગદીપ ધનખડને સમર્થન ઃ ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે. માયાવતીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આદિવાસી મહિલા ઉમેદવારના નામે ભાજપને મત આપ્યો હતો. માયાવતીના આ નિર્ણયના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
ભાજપના ઉમેદવારને ટેકો આપવો જરૂરીઃભાજપના ઉમેદવારને ટેકો આપવો જરૂરી છે અને કદાચ અનિવાર્ય પણ છે. વાસ્તવમાં બસપાના ઈતિહાસ પર નજર કરીએ તો દિલ્હીની ગાદી પરથી માયાવતીનું વલણ નરમ રહ્યું છે, પછી તે કોંગ્રેસ હોય કે ભાજપ. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, શું માયાવતીની ભાજપને સમર્થનની આ જાહેરાતો કોઈ રાજકીય વ્યવહારનો ભાગ નથી, જ્યારથી માયાવતી પર અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. માયાવતી પણ છેલ્લા ઘણા સમયથી ED અને CBIના રડાર પર છે.
આ પણ વાંચોઃHar Ghar Tiranga : નેતા કરી રહ્યા છે તિરંગાનું વિતરણ, ડિઝાઇનર કરનાર પિંગલી વેંકૈયાની કહે છે કહાણી
યુપીએને સમર્થન કેમ નથી ? : રાજકીય નિષ્ણાતોના મતે આ દિવસોમાં કોંગ્રેસ સાથે માયાવતીનો આંકડો છત્રીસનો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી બાદ જે રાજકીય ઉથલપાથલ થઈ હતી, તેમાં કોંગ્રેસે બીએસપીને તોડી નાખી હતી, જેના કારણે માયાવતી ખૂબ નારાજ હતા. કોંગ્રેસના ઉમેદવારને સમર્થન ન આપવા પાછળનું આ પણ એક કારણ છે. જો કે ભાજપ સાથે જવું આ પહેલી વખત નથી, આ પહેલા પણ માયાવતી જરૂર પડ્યે ભાજપ સાથે જતા રહ્યા છે. ચાર વખત યુપીના સીએમ રહી ચૂકેલા માયાવતી ભાજપની મદદથી ત્રણ વખત આ પદ સુધી પહોંચ્યા હતા.
બ્રિજેશ પાઠકે આભાર વ્યક્ત કર્યોઃ ભાજપના ઉમેદવારને ટેકો આપવો જરૂરી યુપીના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે સપા સુપ્રીમો માયાવતીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને સમર્થન આપવા બદલ માયાવતીનો આભાર વ્યક્ત કર્યો છે. બ્રજેશ પાઠકે કહ્યું કે, બહેનજીએ હંમેશા વંચિત વર્ગનો અવાજ ઉઠાવ્યો છે, તમામ રાજકીય પક્ષો આ રીતે બિનહરીફ ચૂંટણી તરફ આગળ વધે છે.