- દિલ્હીમાં CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી
- ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં CGO કૉમ્પલેક્સ સ્થિતિ CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગતા હંગામો મચી ગયો છે. આગ લાગ્યા બાદ બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર નીકાળી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓ પ્રમાણે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીની સખ્ત મથામણ બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી ફાયર બ્રિગેડ સેવાના ડિવિઝનલ ઑફિસર એસ.કે. દુઆએ કહ્યું છે કે, આગલ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
બપોરે 1:40 વાગ્યે લાગી આગ
જો કે આગ કયા કારણોસર લાગી છે તે વિશે હજુ કોઈ જાણકારી નથી મળી. અટકળો લગાવવામાં આવી રહી છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે, જ્યારે ઘટનાસ્થળે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી પણ હાજર છે. ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી પ્રમાણે આજે બપોરે લગભગ 1:40 વાગ્યે ફાયર સર્વિસને CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો.