માયલાદુથુરાઈ:તમિલનાડુના માયલાદુથુરાઈ શહેરમાં એક વ્યક્તિએ સામાજિક, ધાર્મિક સંવાદિતાની કાળજી (social and religious harmony) લેતા ત્રણ અલગ-અલગ ધાર્મિક વિધિઓ(Marriage in Three religious rites) દ્વારા લગ્ન કર્યા છે. આમાં દુલ્હન તરફથી પણ સંમતિ દર્શાવવામાં આવી હતી, જેના કારણે લગ્નની વિધિઓ વધુ સારી રીતે પૂર્ણ થઈ હતી. સોશિયલ મીડિયા પર આ લગ્નના વખાણ (applauded on social media) થઈ રહ્યા છે.
આ પણ વાંચો :મહાકુંભ બાદ ખોલાયા તેલંગાણાના યાદાદ્રી મંદિરના દરવાજા, મુખ્યપ્રધાન KCRએ કરી પ્રથમ પૂજા
મિશ્ર સમુદાય અને ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા : પુરુષોત્તમ માયલાદુથુરાઈમાં ગ્રામ વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. માતા-પિતાએ ભુવનેશ્વરી સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. પુરૂષોતમન મિશ્ર સમુદાય અને ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા હતા અને ધાર્મિક સંવાદિતા વ્યક્ત કરતા (social and religious harmony) અલગ રીતે લગ્ન કરવા માંગતા હતા.
આ પણ વાંચો :વરરાજાએ કંકોત્રી પર છપાવ્યું ' જંગ અભી જારી હૈ એમએસપી કી બારી હૈ'
મુસ્લિમ અને ખ્રિસ્તી રિવાજમાં લગ્ન : તેણે ત્રણ ધાર્મિક વિધિથી લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. પુરુષોત્તમને તેમના વિચારો કન્યાના પરિવારના સભ્યો સાથે શેર કર્યા. આ બાદ બન્ને પરિવારોએ પુરુષોત્તમની ઈચ્છા સ્વીકારી અને તે મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરુષોત્તમ-ભુવનેશ્વરીના લગ્ન 26 માર્ચના રોજ મુસ્લિમ અને ખ્રિસ્તી રિવાજો અનુસાર થયા હતા. તે જ સમયે, 27 માર્ચે દંપતીએ હિન્દુ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. આ નવવિવાહિત કપલના લગ્નના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરથી પણ ઘણી બધી શુભકામનાઓ મળી રહી છે.