- ભારતે 1 ઓગસ્ટથી UNSCના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
- UNSCના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળીને ભારત ખૂબ જ ખુશ
- પ્રમુખપદ દરમિયાન ત્રણ મહત્વના કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત
ન્યૂયોર્ક:ભારતે 1 ઓગસ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, ઓગસ્ટ મહિના માટે UNSCના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળીને ભારત ખૂબ જ ખુશ છે. આ અમારી 8મી ટર્મ છે. આ કાર્યકાળ આપણને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે કેટલાક મહત્ત્વના પડકારોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની તક આપે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો એક ગંભીર અને જવાબદાર અવાજ રહ્યો છે
તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો એક ગંભીર અને જવાબદાર અવાજ રહ્યો છે અને અમે ખાસ કરીને જ્યારે UN સુરક્ષા પરિષદ ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે અમે અલગ-અલગ મંતવ્યો બનાવી રહ્યા છીએ. P5 (વીટો પાવર દેશો - ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ) નો અલગ અભિગમ હતો ત્યારે પણ અમે બહાર ઉભા થવામાં અચકાતા નથી.
વિદેશ નીતિમાં સમુદ્રી સુરક્ષાને ખૂબ જ પ્રાથમિકતા આપવામાં આવી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ત્રિમૂર્તિએ કહ્યું કે, ત્રણ મુખ્ય ક્ષેત્રો છે કે જેના પર આપણે ઓગસ્ટમાં ધ્યાન કેન્દ્રિત કરીશું. દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી. અમે અમારા પ્રમુખપદ દરમિયાન ત્રણ મહત્વના કાર્યક્રમો દ્વારા આ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારી વિદેશ નીતિમાં સમુદ્રી સુરક્ષાને ખૂબ જ પ્રાથમિકતા આપવામાં આવી છે.