- બથિંડામાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ લખાય છે સોનાની શાહીમાં
- મનકીરત સિંહ સોનાની શાહીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ
- કોરોનામાં નોકરી ગુમાવી બુક કિપર તરીકે કામ કરવાનું શરુ કર્યુ
બથિંડાઃ કોરોના મહામારીમાં લોકો પાસેથી નોકરી અને રોજગારી છીનવી લાધી છે. ત્યારે અમુક લોકો નિરાશ થયા છે. તો અનેક લોકોએ પોતાની અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢી છે. તો કોઈ લોકો રોજગારી અને ગુજરાન ચલાવાવા માટે મહેનત કરી રહ્યા છે. આમ કોરોના મહામારીમાં પંજાબના બથિંડાના ભગત ભાઈના રહેવાસી મનકીરત સિંહે એક અલગ જ માર્ગ અપનાવ્યો છે. તેઓ ગુરુમત સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓએ કોરોના કાળમાં પોતાની નોકરી ગુમાવી બુક કિપર તરીકે કામ કરવાનું શરુ કર્યુ હતુ. હાલ મનકીરત સિંહ શબ્દ ગુરુ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ જીને સોનેરી શાહીથી લખી રહ્યા છે.
આ પણ વાંચો:'બાળ આર્યભટ્ટ' વિરાટ : શીખવાની જિજ્ઞાસાએ બનાવ્યો જીનિયસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
હિંદુ પરિવારમાં થયો હતો મનકીરતનો જન્મ
મનકીરતનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો. પરંતુ ગુરુ ગ્રંથ સાહેબથી પ્રભાવિત થયા પછી, તેમણે શીખ ધર્મ અપનાવ્યો હતો. મનકિરતે આ કામ દોઢ વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આજ સુધી તેમણે લગભગ 1 હજાર 430 પાનામાંથી 270 પાનાઓ લખ્યા છે.
જયપુર અથવા કાશ્મીરમાં બનાવવામાં આવે કાગળ
મનકીરત સિંહે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ કે, સત્ગુરુની કૃપાથી મને આ વિચાર આવ્યો છે. આ સેવા માટે પ્રાચીન પ્રકારનું કાગળ કાં તો જયપુર અથવા કાશ્મીરમાં બનાવવામાં આવે છે. આ ચીજો લાવવા માટે ત્યાં ગયો અને તે જરુરી ચીજો વસ્તુ લાવ્યો. તે ચીજ વસ્તુઓ શોધવી ખૂબ મુશ્કેલ હતી.