- દિલ્હીની શાળાઓમાં હવેથી દેશભક્તિનો અભ્યાસક્રમ લાગુ કરાશે
- વર્ષ 2021-22 માટે 69,000 કરોડ રૂપિયાના બજેટનો પ્રસ્તાવ રાખી રહ્યો છું: મનીષ સિસોદિયા
- યુથ ફોર એજ્યુકેશન કાર્યક્રમ શરૂ થશે
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની શાળાઓમાં હવેથી દેશભક્તિનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે અને દેશભક્તિનો એક વર્ગ દરરોજ કરવામાં આવશે. નાણાપ્રધાન મનીષ સિસોદીયાએ દિલ્હીનું ઇ-બજેટ રજૂ કરતી વખતે આ વાતની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, યુથ ફોર એજ્યુકેશન કાર્યક્રમ શરૂ થશે આની સાથે જ દિલ્હીમાં સૈનિક શાળાઓ ખોલવામાં આવશે. તેમજ દિલ્હીમાં મફત કોરોના રસી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીની શાળાઓમાં હવેથી દેશભક્તિનો અભ્યાસક્રમ લાગુ કરાશે
સિસોદિયાએ કહ્યું કે, આઝાદીના 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના આખા આકાશને તિરંગોથી ભરાશે, આખી દિલ્હીમાં 500 જગ્યાઓ પર, સીપીની તર્જ પર મોટો તિરંગો લગાવશે. આ માટે 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભગતસિંહના જીવન પરના કાર્યક્રમ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે બાબા સાહેબ આંબેડકર પરના કાર્યક્રમ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા આજે રાજકોટમાં યોજશે રોડ શૉ