ઈમ્ફાલઃ મણિપુરના ફિલ્મ નિર્માતા મીના લોંગજામની ફિલ્મ 'એન્ડ્રો ડ્રીમ્ઝ'ને મુંબઈના ફિલ્મ ફેસ્ટમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રી એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ મણિપુરના પૂર્વીય ઈમ્ફાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એન્ડ્રોમાં છોકરીઓના ફૂટબોલ કલબની વાર્તા પર આધારિત છે. રવિવારે મુંબઈમાં આયોજિત એક ભવ્ય ફિલ્મ ફેસ્ટમાં 'એન્ડ્રો ડ્રીમ્ઝ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી એવોર્ડ મળ્યો છે.
સચિવે પાઠવ્યા ધન્યવાદઃ મણિપુર રાજ્ય ફિલ્મ વિકાસ સોસાયટી(એમએસએફડીએસ)ના સચિવ સુંજૂ બચ્ચસ્પતિમયુમે ફિલ્મ નિર્માતા મીના લોંગજામ અને 'એન્ડ્રો ડ્રીમ્ઝ'ની સમગ્ર ટીમને ધન્યવાદ આપ્યા છે. આ સિદ્ધિ મણિપુરને એ સમયે મળી છે કે જ્યારે આ રાજ્ય 3 મે પછી સતત જાતિય સંઘર્ષમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું છે.
કોણ છે ફિલ્મ નિર્માતા મીના લોંગજોમ?: એવોર્ડ વિનિંગ બાદ ફિલ્મ નિર્માતા મીના લોંગજામ જણાવે છે કે 'એન્ડ્રો ડ્રીમ્ઝ' પૂર્વોત્તર ભારતના એક પ્રાચીન ગામ એન્ડ્રોના આર્થિક પડકાર, પિતૃસત્તાત્મક વ્યવસ્થા અને રુઢિવાદ સામે લડી રહેલ વૃદ્ધ મહિલા લાઈબી અને તેના ત્રણ દસકા પૂરાણી છોકરીઓના ફૂટબોલ કલબની વાર્તાને સાકાર કરે છે. મીના મણિપુર સંસ્કૃતિ યુનિવર્સિટીમાં સંસ્કૃતિ અધ્યયન વિભાગની હેડ છે. તેમની ફિલ્મે બેસ્ટ ડોક્યુમેન્ટ્રી એવોર્ડ વિજ્ઞાન ભવનમાં યોજાનારા 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભના થોડા દિવસ અગાઉ મેળવ્યો છે. આ સમારંભમાં પ્રખ્યાત મણિપુરી ફિલ્મ નિર્માતા મયાંગલામબમ રોમી મૈતેઈની ફિલ્મ ઈખોઈગી યમ અને ફિલ્મ નિર્માતા સૈખોમ રતનની ફિલ્મ બિયોન્ડ બ્લાસ્ટને એવોર્ડ મળવાનો છે.
અનેક એવોર્ડ વિનિંગ ફિલ્મોઃ ફિલ્મ નિર્માતા તરીકે મીના લોંગજોમે અનેક એવોર્ડ જીત્યા છે. જેમાં 2015ની ફિલ્મ 'ઓટો ડ્રાઈવર' ડોક્યુમેન્ટ્રીને મળેલ એવોર્ડ મુખ્ય છે. જેમાં ઈમ્ફાલની પહેલી મહિલા ઓટો રિકસા ચાલકના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. તેમની મૂવિ મહિલા સશક્તિકરણ પર આધારિત હોય છે. તેમની બીજી ડોક્યુમેન્ટ્રી 'અચૌબી ઈન લવ' 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. જેમાં નાયક અચૌબી સ્વદેશી મૈતેઈ સાગોલ ટટ્ટુઓને બચાવવા માટે લડત લડે છે.
'એન્ડ્રો ડ્રીમ્ઝ' ફિલ્મ વિશેઃ 'એન્ડ્રો ડ્રીમ્ઝ' બે બહાદૂર નાયકોના સંઘર્ષ પર આધારિત છે. જેમાં એક લાઈબી છે જેની ઉંમર 60 વર્ષ છે જે એક ફૂડબોલ કલબ ચલાવે છે. જ્યારે બીજી પ્રતિભાશાળી યુવા ફૂટબોલ ખેલાડી નિર્મલા છે. મીના જણાવે છે કે એન્ડ્રો ગામની રહેવાસી લાઈબીએ 22 વર્ષ સુધી છોકરીઓ માટે ફૂટબોલ કલબ ચલાવવા માટે ગરીબી, ઉગ્રવાદ અને પિતૃસત્તા વિરુદ્ધ સંઘર્ષ કર્યો છે. ફંડિંગ અને યોગ્ય સાધનનોનો અભાવ હોવા છતા આ ફૂટબોલ કલબે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયન તૈયાર કર્યા છે. 'એન્ડ્રો ડ્રીમ્ઝ' અનેક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. આ ફિલ્મ આઈડીએસ-એફએફકે ફિસ્ટવલ, કેરલ, કોરિયન ઈન્ટરનેશનલ એથ્નોગ્રાફિક ફિલ્મ ફેસ્ટિવલ, ફેસ્ટિવલ ઈન્ટરનેશનલ ડી સિને ડે ફુસાગાસુગા 2023માં પણ પસંદગી પામી છે.
- Film Screening In Shimla: આજથી શિમલામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થઈ રહ્યો છે, જેમાં 22 રાજ્યોની ફિલ્મો પ્રદર્શિત થશે
- Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું