તિરુનેલવેલી: અકબર અલી તમિલનાડુ નેલ્લાઈ પલયમકોટ્ટાઈ કોટ્ટુરના રહેવાસી છે. તેમના પુત્ર મૈદિન પિચાઈએ અકબર અલીને પગમાં સોજાને કારણે સારવાર માટે પલયમકોટ્ટાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દરમિયાન તેની તપાસ કરનાર ડૉક્ટરે કહ્યું કે, તેમને ડાયાબિટીસ છે અને તેમનો એક અંગૂઠો કાઢવા માટે સર્જરી કરવાની જરૂર છે. જો કે, હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ દરમિયાન અકબર અલીને HIV (tamilnadu man get hiv+) હોવાનું નિદાન થયું હતું.
આ પણ વાંચોઃલોહીના બદલામાં લોહીઃ ગ્રામજનો દ્વારા બે લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા
અકબર અલી અને તેનો પુત્ર આ સાંભળીને ચોંકી ગયા. અકબર અલીને ડિસ્ચાર્જ કરી નેલ્લાઈ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન નેલ્લાઇ સરકારી હોસ્પિટલમાં રક્ત પરીક્ષણ (Tamilnadu blood test) માં જાણવા મળ્યું કે, અકબર અલી એચઆઇવીથી સંક્રમિત નથી.
આ પણ વાંચોઃહવસ અને હેવાનીયતઃ દુષ્કર્મ બાદ પીડિતાને સળગાવી દેવાઈ, પોલીસે કરી કાર્યવાહી
દરમિયાન, અકબર અલીના પુત્ર અને સંબંધીઓએ નેલ્લાઇ જિલ્લા કલેક્ટર કચેરીમાં એક અરજી દાખલ કરીને ખોટો મેડિકલ રિપોર્ટ (Man wrongly diagnosed as HIV in Tirunelveli ) કરનાર ખાનગી હોસ્પિટલ સામે પગલાં લેવાની માંગ કરી છે. પત્રકારો સાથેની મુલાકાતમાં તેમના સંબંધીઓએ જણાવ્યું હતું કે, "અકબર અલીની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું અને હવે તે તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. જેથી ખોટા મેડિકલ રિપોર્ટના કારણે તે ઘર છોડવા માટે અચકાતા હતા."