કિશનગંજઃબિહારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભેજાબાજે એક કે બે નહીં પણ 12-12 લગ્ન (Multiple Marriage with one groom) કર્યા હતા. એ તમામ પત્નીઓને તે પોતાની બેગમ માનતો હતો. એટલે માત્ર ભાગેડું વિજય માલ્યા જ શબાબ શોખીન નથી. બીજા પણ છે. બિહારના કિશનગંજ જિલ્લાના (Kishanganj Bihar) કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલી (Cheating Case Filed) ગામમાં રહેતા એક વ્યક્તિએ એક નહીં પરંતુ 12 લગ્ન કર્યા છે, તે પણ છેતરપિંડીથી. જ્યારે પોલીસ સામે આ વાત આવી ત્યારે એ પણ ચોંકી ગઈ હતી. એનાથી ચોંકાવનારી વાત એ છે કે, કોઈ સ્ત્રીને પોતાની બીજી શૌતનની ગંધ પણ નથી આવવા દીધી.
આ પણ વાંચોઃશહેરમાં નોકરી ન મળતાં અપનાવ્યો એવો રસ્તો કે થઈ ગયો જેલ હવાલે
કેવી રીતે ખબર પડીઃ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસે સગીર છોકરીના અપહરણ કેસમાં તેની ધરપકડ કરી. તે પણ આ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. 13માં લગ્નના પ્રકરણમાં એની પોલ ખુલી ગઈ હતી. આરોપીનું નામ શમશાદ (50 વર્ષ) છે. જે છ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ વ્યક્તિને 12 પત્નીઓ છે. પરંતુ કોઈ બેગમને ખબર નથી કે તેની પણ એક શૌતન પણ છે. આ પછી પણ તેણે તારીખ 8 ડિસેમ્બર 2015ના રોજ લગ્નની લાલચ આપી સગીર યુવતીનું અપહરણ કર્યું હતું. પરંતુ તે સમયે પોલીસ આરોપી શમશાદની ધરપકડ કરી શકી ન હતી.
આવી રીતે કરતો શિકારઃપ્રેમ પ્રકરણમાં ફસાવીને આ કામપ્રેમી લગ્ન કરતો હતો. ધરપકડ બાદ પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો તેણે ઘણા હચમચી જવાય એવા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તેણે અત્યાર સુધી 12 છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા છે. દર વખતે તે પોતાને બેચલર હોવાનું જણાવીને નવી છોકરી સાથે લગ્ન કરતો હતો. દરમિયાન, 2015 માં, તેણે અંગરહ પોલીસ સ્ટેશન વિસ્તારના બિજવર ગામમાંથી એક સગીરનું અપહરણ કર્યું હતું. તેની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો, પરંતુ છોકરીના પિતાની ફરિયાદ પર, પોલીસે સગીરને કિશનગંજના એલઆરપી ચોક નજીકથી ઝડપી લીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો. પણ આ વખતે પકડાઈ ગયો હતો.
આ પણ વાંચોઃSOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી
ધરપકડ કરાઈઃહકીકતમાં બિહાર પોલીસે સગીર બાળકીના અપહરણના કેસમાં આ શાતિર યુવકની ધરપકડ કરી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા. પૂર્ણિયા પોલીસે તેની સામે 2015માં અંગરહ પોલીસ સ્ટેશન વિસ્તારના બિજવર ગામમાં એક સગીરના અપહરણના સંબંધમાં કેસ નોંધ્યો હતો. જ્યારે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી તો સગીર બાળકી કિશનગંજમાંથી મળી આવી હતી, પછી એની પોલીસે ધરપકડ કરી હતી.
બધી પત્નીની પૂછપરછઃ કેસની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારી શંકર સુમન સૌરભે જણાવ્યું કે અપહરણ કરાયેલી છોકરીના પિતાએ તેને આરોપી બનાવ્યો હતો. તેની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા. હવે આખરે તેની બહાદુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈડાંગી ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 12 છોકરીઓ સાથે લગ્ન કરી લીધા છે. પોલીસે તેની સાત પત્નીઓની પૂછપરછ કરી છે. બધા કહે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. લગભગ છ વર્ષ બાદ પોલીસને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. 12 લગ્ન કરનાર આ વ્યક્તિને પોલીસ હવે જેલના સળિયા પાછળ મોકલવાની તૈયારી કરી રહી છે.