- મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં એક મોટો અકસ્માત
- કિશોરને બચાવવા જતા 30 થી વધુ લોકો કુવામાં પડ્યા
- 16 લોકોને બહાર કાઢવામાં આવ્યા
- અકસ્માતમાં હજુ 13 લોકો ગુમ
- 4 લોકોના મોત નીપજ્યાં
મધ્યપ્રદેશ(વિદિશા):મધ્યપ્રદેશની રાજધાની (સાંસદ) ની ભોપાલથી 120 કિમી દૂર વિદિશા (Vidisha)જિલ્લાના ગંજબાસૌદામાં એક મોટો અકસ્માત થયો હતો. લાલ પાથર ગામમાં કુવામાં કિશોર પડી જતા બાદ તેને બહાર કાઢવા આવેલા લોકોના ટોળાને કારણે કૂવો ધસી ગયો હતો. જેના કારણે 30 થી વધુ લોકો અંદર પડી ગયા હતા. NDRF, SDRF ને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ દ્વારા ચાલી રહેલી બચાવ કામગીરી બાદ અત્યાર સુધીમાં લગભગ 16 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ 7-8 લોકો ગુમ છે, જ્યારે 4 લોકોના મોત નીપજ્યાં છે અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો:બડવાનીમાં ઓઇલ ટેન્કર પલટી મારી જતા એક જ પરિવારના 4 લોકોનાં મોત, 2 બાળકો ઘાયલ
રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઇ
આ દુર્ઘટના પછી તરત જ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે NDRF, SDRFની ટીમોને બચાવથી ભોપાલ રવાના કરવામાં આવી હતી. તેમજ મુખ્યપ્રધાન અને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી અને રાહત અને બચાવ કાર્યને ઝડપથી કરવા જણાવ્યું હતું. વિદિશા જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે પણ મુખ્યપ્રધાનની સૂચના બાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી પર નજર રહ્યા હતા.
જાણો કેવી રીતે થયો આ અકસ્માત?
વિદિશા (Vidisha)જિલ્લાના ગંજબાસૌદાના લાલ પાથર ગામમાં સાંજે 6:00 વાગ્યે એક 14 વર્ષનો કિશોર કુવામાં પડી ગયો હતો. કુવામાં 10 થી 15 ફુટ જેટલું પાણી પણ હતું. કિશોરને બચાવવા માટે લોકો કૂવાની આસપાસ એકઠા થયા હતા. કૂવો સિમેન્ટ સ્લેબથી ઢાકેલો હતો. ભીડના વજનને કારણે અચાનક સ્લેબ તૂટી ગયો અને કૂવો ધસી ગયો હતો. આ કારણે 30 થી વધુ લોકો કૂવામાં પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેસીબી અને અન્ય મશીનો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ રાત્રીના 11 વાગ્યાના સુમારે રાહત કાર્યમાં રોકાયેલું એક ટ્રેક્ટર પણ જમીન ધસતા ધસી ગયું હતું.
આ પણ વાંચો:મધ્યપ્રદેશ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6નાં મોત
મુખ્યપ્રધાને લગ્ન સ્થળ પર જ કંટ્રોલરૂમ બનાવ્યો
મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વિદિશામાં તેમની દત્તક દીકરીઓના લગ્ન પ્રસંગેમાં હતા, ઘટનાની જામ થતા તેમણે લગ્ન સ્થળને કંટ્રોલરૂમ બનાવ્યું હતુ. ત્યાંથી સમગ્ર મામલાની દેખરેખ રાખતા તેમણે આઇજી, કમિશનર, કલેક્ટર, એસપી સહિતના તમામ અધિકારીઓને ત્યાં મોકલ્યા હતા. આ ઘટના વિશે વધુ વિગતો આપતાં મુખ્યપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે, 'કેટલાક લોકો કુવામાં પડીગાયા હોવાના અહેવાલો ગંજબાસૌદા પોલીસ સ્ટેશનમાં મળ્યા હતા. ત્યારે એસડીએમની ટીમ સ્થળ પર હાજર રહી હતી. શિવરાજસિંહે જણાવ્યું સુચના અનુસાર જિલ્લા કલેક્ટર અને એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વહીવટતંત્રની ટીમ બચાવ કાર્યમાં સક્રિય પણે કાર્યરત રહી છે. સીએસ, ડીજીપી અને એસડીઆરએફ ડીજી સાથે વાત પણ કરી હતી. બચાવ કામગીરી માટે જરૂરી સાધનો સાથે એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. શિવરાજસિંહે જણાવ્યું હું પરિસ્થિતિનું સતત નિરિક્ષણ કરી રહ્યો હતો.
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ અકસ્માતને લઇને તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યપ્રધાને ટવીટમાં જણાવ્યું હતું કે, પ્રશાસન સંપૂર્ણ રીતે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. હું બચાવ કાર્ય સાથે સતત સંપર્કમાં છું. અમારા શ્રેષ્ઠ પ્રયાસ દ્વારા અમે બચાવ કામગીરી ચલાવીશું અને લોકોને બચાવવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. સૂચના મુજબ કલેક્ટર વિશ્વાસ સારંગને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્ય પર નજર રાખવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનાના તમામ પીડિતોને સંભવિત તબીબી સહાય આપવા નિર્દેશ કર્યો છે. ત્યારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 5 0,000ની સહાય આપવામાં આવશે.