યુવતી સાથે ફ્રેન્ડશીપ કરીને યુવાને કર્યું ગંદુકામ, ઓનલાઈન ઝેર મંગાવ્યું - maharashtra
આજ કાલ ફિલ્મો જેવી ઘટના અસલ જીવનમાં બનતી જોવા મળે છે, હાલમાં જ થાણેમાં 'લવ,સેક્સ ઓૈર ધોકા' (love sex aur dhoka)ફિલ્મ જેવી ઘટના પ્રકાશમાં આવી છે.(thane girl attempted suicide ) જેમાં યુવતી પર તેના પ્રેમીએ વારંવાર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.
થાણે (મહારાષ્ટ્ર): હિન્દી ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોકા'ની(love sex aur dhoka) વાર્તા જેવી જ 25 વર્ષની કોલેજ જતી યુવતીની વાત પ્રકાશમાં આવી છે. છેતરપિંડી કરનાર પ્રેમીએ યુવતી સાથે મિત્રતા કરી અને પછી પ્રેમનું બહાનું કાઢી તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. પરંતુ લગ્ન કરવાનો નિર્ણય લેતા જ તેણે લગ્ન ટાળી દીધા હતા. આથી પ્રેમીકાએ ઓનલાઈન ઝેર મંગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના બદલાપુર પૂર્વ વિસ્તારમાં બની હતી,(thane girl attempted suicide) અને પોલીસે આ મામલે બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર પ્રેમી વિરુદ્ધ ત્રાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. છેતરપિંડી કરનાર પ્રેમીનું નામ મહેન્દ્ર વસંત ભોઇર તરીકે નોંધાયેલ છે.(maharashtra)
પ્રેમી તેનો ફાયદો ઉઠાવીને પીડિતાને હેરાન કરતો હતો:પીડિતા છેલ્લા 5 મહિનાથી બદલાપુર પૂર્વના ખારવાઈ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં તેના પરિવાર સાથે રહે છે. પરંતુ અગાઉ, જ્યારે પીડિતા ઉલ્હાસનગરના માનેરે ગામમાં રહેતી હતી, 2017 માં, તેણીને તે જ વિસ્તારમાં રહેતા આરોપી મહેન્દ્રને મળી હતી. એક વર્ષમાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરંતુ પ્રેમી તેનો ફાયદો ઉઠાવીને પીડિતાને હેરાન કરતો હતો, આથી યુવતીએ બોલવાનું બંધ કરી દીધું હતું. બંને વચ્ચે લગભગ બે વર્ષ સુધી વાતચીત બંધ હતી. તે પછી, એપ્રિલ 2022 ના રોજ, બંનેએ ફરીથી વાત કરવાનું શરૂ કર્યું હતુ. તેનો ફાયદો ઉઠાવીને, એપ્રિલ 2022 ના રોજ, પ્રેમીએ પીડિતાને તેની જ કારમાં બેસાડી પીડિતાને ફરવા જવાના બહાને એકાંત સ્થળે લઈ ગયો હતો, અને કારમાં તેના પર દુષ્કર્મ કર્યો હતો. આ ઘટનાથી પીડિતા સતત રડી રહી હતી આથી આરોપીએ તેને લગ્નની લાલચ આપીને સમય પસાર કર્યો હતો. ત્યાર બાદ તેણે મે 2022થી સપ્ટેમ્બર 2022 દરમિયાન તેને ફરીથી લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. પરંતુ તે પછી આરોપીએ યુવતી સાથે વાત કરવાનું ટાળતો હતો. તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો.
યુવતીએ કારમાં ઝેર પી લીધું:આરોપીના આવા વર્તનને કારણે પીડિતા માનસિક તણાવમાં હતી. અને 16 સપ્ટેમ્બર 2022ના રોજ તેણે ગૂગલ પર ઝેર વેચતી કંપનીનું નામ સર્ચ કર્યું અને તે કંપનીમાંથી 50 ગ્રામ ઝેર નો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો.(girl Attempted suicide by ordering poison) ઓનલાઈન દવાનું પાર્સલ પીડિતાને 21 સપ્ટેમ્બરના રોજ નક્કી થયા મુજબ મળ્યું હતું. ત્યારથી, તે તેના પર્સમાં તે ઝેર રાખતી હતી, 24મી સપ્ટેમ્બર 2022ના રોજ આરોપી પીડિતા જ્યાં રહેતી હતી તે વિસ્તારમાં કારમાં આવ્યો હતો, આરોપીએ યુવતીને કારમાં અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ક્યારે લગ્ન કરશે? એવુ યુવતી દ્વારા પુછતા તે વાતને અવગણીને તેણે કારમાં તેણી સાથે દુષ્કર્મ કર્યો હતો. બીજી તરફ પ્રેમમાં છેતરાઈ રહી હોવાનું જોઈને યુવતીએ કારમાં ઝેર પી લીધું હતું. આથી તેણીને ચક્કર અને ઉલટીઓ થવા લાગી હતી.(thane girl attempted suicide) આનાથી ગભરાઈ ગયેલા આરોપીએ તરત જ તેને કારમાંથી ઘરે ઉતારી દીધી હતી.
પોલીસે કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે:ઘરે આવ્યા પછી તેણીની સ્થિતિ વધુ ખરાબ થતાં, તેને મદદ માટે 100 નંબર પર પોલીસનો સંપર્ક કર્યો હતો, અને ઘટના વિશે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પીડિતાના પરિવારજનોને આ ચોંકાવનારી ઘટનાની જાણ થઈ હતી. જે બાદ પોલીસની મદદથી તેના સંબંધીઓએ તેને સારવાર માટે બદલાપુર ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જો કે, તેણીની હાલત વધુ બગડતાં તેણીને વધુ સારવાર માટે ઉલ્હાસનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જયારે તે હાલમાં સારવાર હેઠળ છે, 25 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં તેણીનું નિવેદન નોંધ્યા બાદ, પોલીસે કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે,