ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Maharashtra Monsoon Session : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ, ધમાલ મચવાની પૂરી સંભાવના

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન 24 વિધેયકો પ્રસ્તાવિત છે. એવામાં એનસીપીમાં થયેલા હાલના રાજકીય ઘટનાક્રમોને લઇને સત્રમાં ધમાલ મચવાની પૂરી સંભાવના છે.

Maharashtra Monsoon Session  : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ, ધમાલ મચવાની પૂરી સંભાવના
Maharashtra Monsoon Session : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ, ધમાલ મચવાની પૂરી સંભાવના

By

Published : Jul 17, 2023, 5:08 PM IST

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારે મુંબઈમાં શરૂ થશે. ત્રણ સપ્તાહનું સત્રથી આજથી 4 ઓગસ્ટ સુધી નરીમન પૉઇન્ટ સ્થિત વિધાનભવન પરિસરમાં આયોજિત કરવામાં આવશે. સમીક્ષામાં યોજાશે. પૂર્વ વિપક્ષી અને રાકાંપા નેતા અજિત પવારના ભાજપ-શિવસેના ગઠબંધનમાં શામેલ થયા બાદનું આ પહેલું સત્ર છે. ચોમાસુ સત્રમાં 24 વિધેયક પ્રસ્તાવિત છે જેમાં 10ને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે અને 14ને કેબિનેટ દ્વારા પસાર કરવાનું બાકી છે. જે હવે થવાના છે.

સત્ર દરમિયાનના બિલો:વિધાન પરિષદ દ્વારા પહેલેથી જ પસાર કરવામાં આવેલ એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ સિવાય એક બિલ છે જે બંને ગૃહોની સંયુક્ત સમિતિ પાસે પેન્ડિંગ છે તેને પણ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ 24 બિલો ઉપરાંત પહેલેથી જ અમલમાં છે તેવા 6 વટહુકમ પણ વિધાનસભાની મંજૂરી માટે ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવનાર છે..

ફડણવીસે શું કહ્યું:આ ઉપરાંત, પહેલાથી જ અમલમાં છે તેવા છ વટહુકમને વિધાનસભાની મંજૂરી મેળવવા માટે ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. અગાઉ રવિવારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર રાજ્ય વિધાનસભામાં તેની વર્તમાન સ્થિતિનો દુરુપયોગ નહીં કરે ભલે ગૃહમાં હવે ગઠબંધનની સંખ્યા વધી ગઇ હોય. ફડણવીસનો ઇશારો વિપક્ષ દ્વારા ધમાલ મચવાની પૂરી સંભાવનાને લઇને જોવામાં આવી રહ્યો હતો.

ગઠબંધન બાદ તાકાત વધ્યાંનો ઇશારો:રાજ્ય વિધાનસભા સત્રની પૂર્વસંધ્યાએ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કહેવાયું હતું કે ગઠબંધનની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના સરકાર રાજ્ય વિધાનસભામાં તેની વર્તમાન સ્થિતિનો દુરુપયોગ કરશે નહીં. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભલે અમારી શક્તિ વધી છે, પરંતુ અમે ખાતરી કરીશું કે અમે તેનો દુરુપયોગ ન કરીએ અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા લોકોના કલ્યાણ સાથે સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલીશું.

શિંદેએ વિપક્ષને સલાહ આપી :પહેલાની જેમ વિપક્ષે ચોમાસુ સત્રના ચાપાણીનો ઐપચારિક કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે 210થી વધુ ધારાસભ્યો સરકાર સાથે છે. તેમણે કહ્યું કે વિપક્ષને સરકાર સામે સવાલ ઉઠાવવાનો અધિકાર છે. કલ્યાણ માટે પ્રશ્નો ઉઠાવવા જોઈએ. જો કે સરકાર જ્યારે કંઇક સારું કરે છે ત્યારે તેના વખાણ કરવાની પણ વિપક્ષની ફરજ છે.

  1. Opposition Parties Meeting : નીતિશ-લાલુ અને તેજસ્વી બેંગલુરુ જવા રવાના, સંયુક્ત વિપક્ષની બેઠકમાં ભાગ લેશે
  2. BJP-JDS alliance : લોકસભા ચૂંટણીમાં BJP-JDS ગઠબંધન? HD કુમારસ્વામીએ શું કહ્યું..
  3. Opposition Party Meeting: AICCના મહાસચિવ વેણુગોપાલે વિપક્ષી પાર્ટીની બેઠક પર પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું- 26 વિપક્ષી પાર્ટીના નેતાઓ ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details