ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધોરણ 10ની પરીક્ષા રદ કરી મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવીઃ બોમ્બે હાઈકોર્ટ - Justices SJ Kathwala and SP Tawde

મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે સરકારને ઝાટકતા કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને મજાબ બનાવી રાખી છે. જસ્ટિસ એસ. જે. કથવાલા અને એસ. પી. તાવડેની બેન્ચે આ મામલે સરકાર પાસે જવાબ માગ્યો છે. બેન્ચે અહીં એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી.

ધોરણ 10ની પરીક્ષા રદ કરી મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવીઃ બોમ્બે હાઈકોર્ટ
ધોરણ 10ની પરીક્ષા રદ કરી મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવીઃ બોમ્બે હાઈકોર્ટ

By

Published : May 21, 2021, 3:09 PM IST

  • મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજ
  • બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની કાઢી ઝાટકણી
  • મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કારણે ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી
  • સરકારના આ નિર્ણયને ધનંજય કુલકર્ણીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 10મા ધોરણની પરીક્ષા રદ કરવાના નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી રાખી છે. જસ્ટિસની બેન્ચે સરકાર પાસે આ મામલે જવાબ પણ માગ્યો છે.

આ પણ વાંચો-હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર

અરજીમાં મહારાષ્ટ્ર સરકારે 10મા ધોરણની પરીક્ષા રદ કરી તે નિર્ણયને પડાકારાયો

જસ્ટિસની બેન્ચ અહીં એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજી ધનંજય કુલકર્ણી તરફથી સરકારના નિર્ણયને પડકાર માટે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા 10મા ધોરણની પરીક્ષા રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમમાં ઊંઝાના MLA અને APMCના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

શિક્ષણ પ્રણાલીને મહારાષ્ટ્ર સરકારે મજાક બનાવી દીધીઃ હાઈકોર્ટ

આપને જણાવી દઈએ કે, કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે 10મા ધોરણની માધ્યમિક સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા રદ કરી દીધી હતી. સરકારી વકીલ પી. બી. કાકડેએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, સરકાર તરફથી પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે, જેના પર 2 અઠવાડિયાની અંદર આ નિર્ણય લેશે. આના પર જસ્ટિસ કથવાલાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી દીધી છે. જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે કે, શું કોર્ટ SSCની પરીક્ષાને રદ કરવા માટે તેમનો નિર્ણયને સુરક્ષિત રાખે. તેમણે સરકારને આ બાબતે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ કેસની સુનાવણી આગામી અઠવાડિયામાં થશે.

ABOUT THE AUTHOR

...view details