ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉદ્ધવ સરકારે લીધો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 1લી મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત - 1લી મે સુધી લોકડાઉન

મહારાષ્ટ્રમાં આંશિક પ્રતિબંધ હોવા છતાં, કોરોના સંક્રમણમાં ઘટાડો થયો નથી. રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે. આથી, ઉદ્ધવ સરકારે કડક નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં તેમણે રાજ્યમાં ગુરુવારે રાત્રે 8 વાગ્યથી સમગ્ર લોકડાઉનની જાહેરાત કરી છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન
lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

By

Published : Apr 22, 2021, 6:40 AM IST

  • ઉદ્ધવ સરકારે રાજ્યમાં લોકડાઉનને લઈને લીધો મહત્વનો નિર્ણય
  • મહારાષ્ટ્રમાં ગુરૂવારે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી લોકડાઉન અમલવારી
  • રાજ્યમાં 18 એપ્રિલના રોજ સંક્રમણના સૌથી વધુ 68,631 કેસ નોંધાયા

મુંબઇ (મહારાષ્ટ્ર): રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, આજે ગુરૂવારે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી લોકડાઉન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે SOP પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:મહારાષ્ટ્રે 7 રાજ્યોને સંવેદનશીલ સ્થળ જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે, બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 67,468 નવા કેસો સામે આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 40,27,827 થઈ ગઈ છે. આ સિવાય 568 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી NCP

રાજ્યમાં 18 એપ્રિલના કોરોનાના સૌથી વધુ કેસ

તેમણે કહ્યું કે, રાજ્યમાં 18 એપ્રિલના રોજ સંક્રમણના સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 568 દર્દીઓનાં મોત બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 61,911 થઈ ગઈ છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, દિવસમાં 54,985 લોકોના સ્વસ્થ થવાથી કુલ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 32,68,449 થઈ ગઈ છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

હાલ, મહારાષ્ટ્રમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 6,95,747 છે. મુંબઈમાં કોરોનાના 7,654 નવા કેસો સામે આવવાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,01,713 થઈ ગઈ છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

આ સિવાય 62 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા 12,508 પર પહોંચી ગઈ છે.

lockdown in Maharashtra, મહારાષ્ટ્રમાં લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details