- સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી
- લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી
- અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર
ન્યૂઝ ડેસ્ક: બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયું હતુ, ત્યારે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Diwas 2021) તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. આ ઉપરાંત મહિલાઓ, દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા, અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં હતા. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.
સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી
ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સભ્યો હતાં. ડોક્ટર ભીમરાવ આંબેડકર પણ તેમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા.
બંધારણ ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયુ
બંધારણ ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયું હતુ. ત્યારે આ દિવસે સોમવારે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. તેમણે લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.
ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા
ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સદસ્યો હતાં. ગાંધીજીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા. ગાંધીજીના મતાનુસાર આંબેડકર એ વાત જાણતા હતા કે, ભારત જેવા દેશમાં જ્યાં ભૌગોલિક સ્થિતિ, ધર્મ અને જાતિ ભિન્ન ભિન્ન છે એવા દેશ માટે યોગ્ય દિશા કઈ હોઈ શકે.